અરરર.. આ તે કેવી હરકત. દિલ્હી એરપોર્ટના ડિપાર્ચર ગેટ પાસે પેસેન્જરે પેશબ કર્યો. હવે પોલીસે કરી કાર્યવાહી.

પોલીસે બુધવારે જણાવ્યું કે, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર IGI એરપોર્ટના ટર્મિનલ-3ના ડિપાર્ચર એરિયામાં ગેટ પર કથિત રીતે પેશકદમી કરવા માટે 39 વર્ષીય શરાબીની ધરપકડ કરવામાં આવી હતી.

Drunk man publicly urinates at departure gate of Delhi airport

અરરર.. આ તે કેવી હરકત. દિલ્હી એરપોર્ટના ડિપાર્ચર ગેટ પાસે પેસેન્જરે પેશબ કર્યો. હવે પોલીસે કરી કાર્યવાહી.

News Continuous Bureau | Mumbai

પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના રહેવાસી જોહર અલી ખાન, સાઉદી અરેબિયા જવા માટે એરપોર્ટ ( Delhi airport ) પહોંચ્યો હતો. ત્યાં તેણે ગંદી હરકત ( publicly urinates ) કરી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી, પાછળથી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રવિવારે સાંજે લગભગ 5.30 વાગ્યાની આસપાસ તેમને માહિતી મળી હતી કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-3ના ડિપાર્ચર એરિયામાં ગેટ નંબર 6 પર એક વ્યક્તિએ ઘૂસણખોરી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નશાની હાલતમાં દેખાતા ખાને જાહેરમાં અન્ય લોકોને બૂમો પાડીને અને અપશબ્દો બોલીને ખળભળાટ મચાવ્યો હતો.

ડેપ્યુટી પોલીસ કમિશનર (એરપોર્ટ) રવિ કુમાર સિંહે જણાવ્યું હતું કે, સફદરજંગ હોસ્પિટલમાં ખાનની તપાસ કરવામાં આવી હતી અને તેણે દારૂ પીધેલો ( Drunk man ) હોવાનું જાણવા મળ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  કાંદિવલીમાં હજારો લિટર ભેળસેળયુક્ત દૂધનો સ્ટોક જપ્ત; 5ની ધરપકડ

આઈપીસીની કલમ 294 (અશ્લીલ વર્તન) અને 510 (નશામાં ધૂત વ્યક્તિ દ્વારા જાહેર દુર્વ્યવહાર) હેઠળ કેસ આઈજીઆઈ એરપોર્ટ પર નોંધવામાં આવ્યો હતો અને ખાનની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો, એમ ડીસીપીએ જણાવ્યું હતું.

અગાઉ, ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં એક નશામાં ધૂત વ્યક્તિએ કથિત રીતે એક મહિલા પેસેન્જર પર પેશાબ કર્યો હતો.

દિલ્હી પોલીસે એર ઈન્ડિયાને મહિલાની ફરિયાદના આધારે 4 જાન્યુઆરીએ તેની સામે એફઆઈઆર નોંધી અને શનિવારે બેંગલુરુથી તેની ધરપકડ કરી હતી.

આ સમાચાર પણ વાંચો:  એલન મસ્ક ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે… 180 બિલિયન લોસ સાથે મસ્કે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો…

 

Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version