Site icon

તો મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂક રાખવી પડશે- મહારાષ્ટ્રના આ પ્રધાને આપી ચેતવણી- જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં અનેક સ્થાનિક સંસ્થાઓ સહિત અનેક ચૂંટણીઓનો(Elections) સમય નજીક આવ્યો છે ત્યારે બરોબર એવા સમયે રાજ્ય સામે ફરી એક વખત કોરોનાની(Corona) ગંભીર સંકટ નિર્માણ થયું છે. ગુરુવારે  મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Chief Minister Uddhav Thackeray) કોવિડ ટાસ્ક ફોર્સ(Covid Task Force) સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ નાગરિકોને જો પ્રતિબંધ ન જોઈતા હોય તો માસ્કનો(Covid19 masks) ઉપયોગ કરવાની અપીલ કરી હતી. આ પૃષ્ઠભૂમિ પર રાજ્યના સહાય અને પુનર્વસન મંત્રી(Minister of Assistance and Rehabilitation) વિજય વડેટ્ટીવારે(Vijay Wadettiwar) ચૂંટણીને લઈને કેટલાક સંકેતો આપ્યા છે.

Join Our WhatsApp Community

આગામી 8 થી 10 દિવસ મહત્વના છે. આ દિવસોમાં કોરોના દર્દીઓની(Corona patients) કેટલી વધી રહી છે તેનો અભ્યાસ કરાશે. પરિસ્થિતિ શું છએ તેના પર નિર્ણય લેવામાં આવશે. આગામી ચૂંટણીને જોકે સમય છે. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં કદાચિત ચૂંટણી યોજાશે. પરંતુ જો કોરોનાની સ્થિતિ ગંભીર બનશે તો ચૂંટણી પંચે ચૂંટણી મોકૂફ રાખવાની વિનંતી કરવી પડશે, એમ મંત્રી વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : શું મહારાષ્ટ્રમાં ફરી એક વાર લોકડાઉન લાગશે- જાણો કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ટાસ્ક ફોર્સની બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણીમાં લોકોની ભીડ જામશે,, જેના કારણે ફરીથી કોરોનાના કેસમાં વધારો થશે, તેથી ચૂંટણી ટાળી શકાય કે કેમ તે સવાલ છે. અમે અમારા વતી વિનંતી કરીશું પરંતુ ચૂંટણી યોજવી કે નહીં તે નિર્ણય ચૂંટણી પંચ પર છે. એમ પણ વડેટ્ટીવારે પણ કહ્યું હતું. વડેટીવારના નિવેદન બાદ રાજ્યની ચૂંટણી સમયસર થશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version