Site icon

મહારાષ્ટ્રમાં 400 જગ્યા પર થનારી ચૂંટણી સામે અવરોધઃ મુંબઈ, પુણે મહાનગરપાલિકાની ચૂંટણીને પણ અસર થવાની શકયતા; આ છે કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

અધર બેકવર્ડ ક્લાસ(ઓબીસી)ને 27 ટકા આરક્ષણ આપવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. તેથી 21 ડિસેમ્બરના રાજ્યમાં થનારી પેટાચૂંટણી અને સ્થાનિક પાલિકાની ચૂંટણીમાં ઓબીસી માટે રહેલી બેઠકો પર ચૂંટણી પંચે સ્ટે મૂકી દીધો છે.

સુપ્રીમ કોર્ટે ઓબીસીના આરક્ષણ પર સ્ટે મૂકી દીધો છે. તેથી આગામી સમયમાં થનારી ચૂંટણીઓમાં ઓબીસી માટે આરક્ષિત રાખેલી બેઠકો પર ચૂંટણી થશે નહીં. તેની અસર જિલ્લા પરિષદ, નગર પંચાયતથી લઈને પૂણે મહાનગરપાલિકા અને કદાચિત મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ જોવા મળશે.

ચૂંટણી પંચના આદેશ બાદ રાજયની 106 નગર પંચાયતની 1802 જગ્યા માટે થનારી ચૂંટણીમાંથી ઓબીસી માટે રહેલી 400 જગ્યાની ચૂંટણી પર સ્ટે આવી ગયો છે.

ઓમિક્રોનને પગલે ગાંધીનગર કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું, વિદેશથી આવનાર લોકોએ આ ગાઇડલાઇડનું કરવું પડશે પાલન

રાજયમાં ઓબીસી શ્રેણીને આરક્ષણ આપવાનો તમામ પક્ષની સહસંમત્તિએ સપ્ટેમ્બર 2021માં નિર્ણય લેવાયો હતો. જોકે હવે સુપ્રીમ કોર્ટેનો સ્ટે આવી ગયો છે, તેથી આગળ મહારાષ્ટ્ર સરકાર શું કરે છે તેના પર સૌ કોઈ નજર છે.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version