News Continuous Bureau | Mumbai
Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ( Bharat Jodo Nyaya Yatra ) હાલ આસામમાં છે અને આ ઘટના ત્યારે ચર્ચામાં આવી હતી. જ્યારે તેમને સંત શ્રીમંત શંકરદેવના મંદિરે જતા રોકવામાં આવ્યા. આ સમયે, તેમણે પૂછ્યું કે તેમને મંદિરમાં પ્રવેશ કરતા કેમ અટકાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેમને વળતો જવાબ ન આપવામાં આવતા. રાહુલ ગાંધીએ મંદિરની બહાર ધરણા કર્યા હતા.
રાહુલ ગાંધી આસામના ( Assam ) બટાદ્રાવા ખાતે શંકરદેવ મહારાજના મંદિરે ( Sankardeva Maharaj Mandir ) દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યાં પોલીસે તેમને અટકાવ્યા હતા. આના પર રાહુલ ગાંધીએ કહ્યું, મને કહો કે મારામાં શું ખોટું છે? મને મંદિરમાં પ્રવેશતા કેમ અટકાવવામાં આવી રહ્યો છે, રાહુલ ગાંધીએ મંદિર પ્રશાસન ( Temple Administration ) અને ત્યાંના સુરક્ષાકર્મીઓને પૂછ્યું હતું.
VIDEO | “What is the issue brother? Can I go and see the barricades? What mistake I have done that I am not allowed inside the temple?” Congress leader @RahulGandhi tells a security official as he is stopped from visiting Assam’s Batadrava Than, the birthplace of saint Srimanta… pic.twitter.com/WAK3ryrAVt
— Press Trust of India (@PTI_News) January 22, 2024
અમને પરવાનગી હોવા છતાં મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. અમે એટલા માટે આવ્યા છીએ કારણ કે અમને મંદિરમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. છતાં પણ અમને રોકવામાં આવ્યા છે. અમે બળપૂર્વક મંદિરમાં પ્રવેશ કરીશું નહીં. એવું અમારુ વલણ નથી. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, અમે બળથી કંઈ કરીશું નહીં. તેના પર સુરક્ષાકર્મીઓએ કહ્યું કે તમે બપોરે 3 વાગ્યા પહેલા મંદિરમાં પ્રવેશી શકશો નહીં. જે બાદ રાહુલ ગાંધીએ મંદિરની બહાર વિરોધ પ્રરદર્શ શરૂ કર્યો હતો.
હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નક્કી કરશે કે મંદિરમાં કોણ અને ક્યારે જશેઃ ( Congress ) કોંગ્રેસ..
ઉલ્લેખનીય છે કે, 11 જાન્યુઆરીએ શંકરદેવના જન્મસ્થળની મુલાકાત લેવા માટે રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કાયદો અને વ્યવસ્થાને કારણે રવિવારે રાહુલ ગાંધીને પ્રવેશ કરતા અટકાવવામાં આવ્યા હતા. જે બાદ રાહુલ ગાંધી મંદિર સામે ધરણા પર બેસી ગયા હતા. ધરણા સમયે કોંગ્રેસના કાર્યકરો દ્વારા રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પવન સીતારામ વગેરે ભજનોની શરૂઆત કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai: રામ મંદિરના ઉદ્દાઘટન વચ્ચે મીરા રોડમાં રામ ભક્તો પર ચાલી લાઠીઓ.. ભગવા ધ્વજ સાથે વાહનોની કરી તોડફોડ.. આટલા લોકોની ધરપકડ..
અમે કોઈ નિયમો તોડ્યા નથી. હું મંદિરમાં જઈને હાથ જોડવા માંગુ છું, મને કેમ બ્લોક કરવામાં આવી રહ્યો છે? આ પ્રતિબંધથી કોંગ્રેસના નેતાઓ ગુસ્સે થઈ ગયા હતા અને તેઓએ તેમની નારાજગી દર્શાવતા કહ્યું હતું કે, શું હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નક્કી કરશે કે મંદિરમાં કોણ અને ક્યારે જશે.
આ ઉપરાંત રાજસ્થાનમાં કોંગ્રેસના પ્રવક્તા દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ અને આસામ સરકાર દ્વારા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, “ભાજપના કાર્યકરો કોંગ્રેસની યાત્રા પર હુમલો કરીને વિક્ષેપ ઉભો કરી રહ્યા છે. હવે તમામ જિલ્લાઓની કોંગ્રેસ સમિતિઓ આવતીકાલે મંગળવારે સવારે 11 થી 2 વાગ્યા સુધી જિલ્લા મુખ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમા અથવા પ્રતિમાની સામે ‘મૌન સત્યાગ્રહ’નું આયોજન કરીને વિરોધ કરીશું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
