Site icon News Continuous Bureau | Mumbai

દ્વારકામાં વરસાદનો 87 વર્ષનો રેકોર્ડ તૂટયો, આગામી બે દિવસ પણ મૂશળધાર વરસાદની આગાહી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

દ્વારકા 

Join Our WhatsApp Channel

6 જુલાઈ 2020

દ્વારકામાં વરસાદે 87 વર્ષનો રેકોર્ડ તોડયો છે. 17 જુલાઈ 1933 ના રોજ 273.8 મી.મી વરસાદ પડયો હતો, ત્યારે ગઈકાલે સાંજ સુધીમાં 275.8 મિલીમીટર વરસાદ પડયો છે અને આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદ નું જોર યથાવત્ રહેશે એવું હવામાન ખાતા તરફથી જણાવવામાં આવ્યું છે.. પોરબંદરના દ્વારકામાં પૂરની પરિસ્થિતિ સર્જાતા ભારે વરસાદ, વીજળી, વાવાઝોડા સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. દ્વારકાધીશ મંદિર નજીકનો એક વિસ્તાર એવો હતો કે જયાં વીજળી સાથે વાવાઝોડું જોવા મળ્યું. મુશળધાર વરસાદના પગલે દ્વારકા અને પોરબંદરના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. બે દિવસથી દ્વારકા શહેર સહિત વિવિધ સ્થળોએ ભારે વરસાદ, વીજળી, ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જિલ્લામાં ભારે ધોધમાર વરસાદ, વીજળી અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા તાલુકામાં દિવસ દરમિયાન 434 મીમી જેટલો વરસાદ પડ્યો હતો, એકલા સાંજ દરમિયાન 292 મીમી જેટલો વરસાદ પડ્યો હતો,  અધિકારીઓએ જણાવ્યું હતું…કે  રવિવારે ભારે વરસાદ બાદ પોરબંદરના મોટાભાગમાં પાણી ભરાયા હતા. ભારતના હવામાન વિભાગ (આઇએમડી)ના અમદાવાદ કેન્દ્રે આગામી ત્રણ દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3f7Yh7a 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version