Site icon News Continuous Bureau

જન્માષ્ટમી પર દ્વારકાધીશનું મંદિર બંધ રહેશે. ઇતિહાસમાં પ્રથમ વાર ભક્તો ઓનલાઇન દર્શન કરશે.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો.
મુંબઈ
07 ઓગસ્ટ 2020
કોરોનાવાયરસ હવે ભક્તો અને ભગવાન વચ્ચે વિલન બની રહ્યો હોય એવું લાગે છે. કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખી ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશનું જગતમંદિર જન્માષ્ટમીએ બંધ રાખવાનો આદેશ તંત્રે જારી કર્યો છે
હાલ કોરોના કાળમાં જન્માષ્ટમી પર ભક્તોની ભારે ભીડની અપેક્ષા સેવાઈ રહી છે. આથી જ કોઈ ખતરો ન લેવાં માંગતા પ્રશાસને  ગુજરાતનું દ્વારકાધીશ મંદિર જન્માષ્ટમી ના 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનું નક્કી કર્યું છે. જો કે ધાર્મિક વિધિઓ પરંપરા મુજબ પૂજારીઓ દ્વારા ચાલુ રાખવામાં આવશે. જેનો લાભ ભક્તો ઘરે બેઠાં ઓનલાઈન દર્શન કરી લઈ શકશે.

આ અંગેનો ઐપચારિક હુકમ જિલ્લા પ્રશાસન દ્વારા, રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવ્યો છે. આદેશમાં જણાવાયું છે કે કૃષ્ણ જન્મોત્સવ મહોત્સવ (જન્માષ્ટમી) 12 ઓગસ્ટે અને 13 ઓગસ્ટે 1.5 લાખ થી વધુ લોકોને દ્વારકાધીશ મંદિરની મુલાકાતે આવી શકે છે. જયાં સામાજિક દુરીનું પાલન શક્ય બનશે નહીં . તેમજ રોગના વાયરસ વધુ ફેલાવાનો ભય રહેલો છે. આ ઉપરાંત, 15 ઓગસ્ટ, પારસી પતેતી અને શુક્રવાર પછીના અઠવાડિયાના અંતમાં, લાંબી રજા હોવાને કારણે મુલાકાતીઓનો ઘસારો વધી શકે છે. તેથી કોવિડ -19 રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુલાકાતીઓ માટે 10 થી 13 ઓગસ્ટ દરમિયાન મંદિરની અંદર પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

Join Our WhatsApp Community
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version