Site icon News Continuous Bureau | Mumbai

PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિના ખેડૂત લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજીયાત, ગુજરાત સરકાર આ તારીખે સુધી ચલાવશે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ

PM Kisan Yojana: PM-KISAAN યોજના હેઠળ લાભાર્થીઓના E-KYC માટે તા.૨૧ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ. ફેસ ઓથેન્ટિકેશન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, PM કિસાન મોબાઈલ એપ કે આધાર OTPની મદદથી E-KYC કરી શકાશે. PM –KISAAN યોજનાનાં ૧૬માં હપ્તાનો લાભ લેવા લાભાર્થી ખેડૂતોએ આધારસીડીંગ અને E-KYC કરાવવું ફરજિયાત

E-KYC mandatory for farmer beneficiaries of PM Kisan Samman Nidhi, Gujarat govt to run nationwide campaign till this date

E-KYC mandatory for farmer beneficiaries of PM Kisan Samman Nidhi, Gujarat govt to run nationwide campaign till this date

News Continuous Bureau | Mumbai 

PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ( PM-KISAN ) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડુત ખાતેદારને ( farmer ) કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. જે અંતર્ગત લાભાર્થી ( Beneficiary ) ખેડુતોને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે ફરજિયાત આધાર E-KYC કરવાનુ હોવાથી દેશભરમાં તા.૨૧ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશનું ( nationwide campaign )  આયોજન કરાયું છે. 

Join Our WhatsApp Channel

તેથી જે લાભાર્થીઓનું ઈ-કેવાયસી ( E-KYC ) બાકી હોય તેમણે ગ્રામ્ય કક્ષાએ/નજીકના કોમન સર્વિસ સેન્ટર ( CSC ) ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા, ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી/તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી/જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીએ ફેસ ઓથેન્ટિકેશન દ્વારા, PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીના આધાર ( Aadhar Card ) ઓટીપીના ઉપયોગથી તેમજ જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી ઈ-કેવાયસી કરી શકાશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, સુરતની યાદીમાં જણાવાયું છે

આ સમાચાર પણ વાંચો : Surat: સુવાલી દરિયા કિનારે બે દિવસીય બિચ ફેસ્ટિવલનું આયોજન, આ તારીખે લોકગાયક કિર્તીદાન ગઢવી ડાયરાની રમઝટ બોલાવશે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version