News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)ના ચૂંટણી ચિન્હ(Election symbol) ધનુષ-બાણ પરના ચૂંટણી પંચ(Election commission) ના નિર્ણય બાદ એનસીપી(NCP)ના નેતા શરદ પવારે(Sharad Pawar) પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, તેમને પહેલાં જ લાગી રહ્યું હતું કે, આવી રીતનો જ ચુકાદો આવશે. તેના માટે મને કોઈ અફસોસ નથી. આ પ્રકારના ર્નિણયો કોણ લે છે. એતો અમને નથી ખબર, પણ આ પ્રકારના નિર્ણયો ગુજરાત(Gujarat)થી લેવાય છે. આવી જાણકારી મને મળી છે. પવારે કહ્યું કે, ચૂંટણી રહે કે ન રહે, આવનારી ચૂંટણી(Election)ને લઈને તૈયારી કરવી જોઈએ. પવારે કહ્યું કે, હું નામની ભલામણ કરી શકતો નથી, પણ શિવસેના બાલાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray) હોય શકે છે. જ્યારે કોંગ્રેસ(Congress)ના બે ભાગલા થયા હતા, તે સમયે કોંગ્રેસ ઇન્દિરા(Congress) અને કોંગ્રેસ રાષ્ટ્રવાદી(NCP)નો નિર્ણય થયો હતો. સાથે જ શરદ પવારે કહ્યું કે, શિવસેના ક્યારેય ખતમ નહીં થાય, પણ આવનારા સમયમાં વધારે મજબૂતી સાથે આગળ વધશે અને પોતાની શક્તિ પણ વધારશે.
શિવસેનાના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી પંચના નિર્ણયને લઈને મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય નિવેદનબાજી ચરમ પર છે. તેની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) જૂથે પોતાના ચૂંટણી ચિન્હ જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટ(Supreme court) માં જવાની તૈયારીઓમાં લાગી ગયા છે. ચૂંટણી પંચે હાલમાં બંને જૂથ પર પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ તીર કમાનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એનસીપીના પ્રવક્તા મહેશ તપાસે કહ્યું કે, ચૂંટણી પંચે શિવસેનાનું ચૂંટણી ચિન્હ ભલે સ્થગિત કરી દીધું હોય, પણ મહારાષ્ટ્રની જનતા ઉદ્ધવ ઠાકરે સાથે છે. આ બધું કોના ઈશારે થઈ રહ્યું છે, પણ મહારાષ્ટ્રની જનતા જાણે છે. એનસીપી ઉદ્ધવ ઠાકરે સાથે છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર – આ રાષ્ટ્રીય નેતા અને અનેક વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા નેતાનું થયું નિધન
ચૂંટણી પંચના નિર્ણય પર પોતાની પ્રતિક્રિયામાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથની કિશોરી પેડનેકરે કહ્યું કે, તેના વિશે મારે કશું નથી કહેવું, જે બાલા સાહેબનું નામ લઈને શિંદે જૂથ કામ કરી રહ્યું છે, ધનુષ બાણ બાલા સાહેબના કવચ કુંડળ હતા. તેને કાઢવાનું કામ કરી રહ્યા છે. આ બાજુ ચૂંટણી ચિન્હ વિશે ભાજપ પ્રવક્તા રામ કદમે કહ્યું કે, બારામતીમાં ફટાકડા ફુટી રહ્યા છે, દિવાળી મનાવામાં આવી રહી છે. જાે સ્વર્ગીય બાલા સાહેબની વાત યાદ રાખી હોત તો હિન્દુત્વ ન છોડ્યું હોત, કોંગ્રેસ અને એનસીપીની સાથે ન ગયા હોત, તો ઈતિહાસના પાનામાં આ દિવસો જોવા ન પડત.