100 કરોડ રુપિયાની વસૂલીના મામલામાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
ઇડીએ મની લોન્ડ્રિંગ કેસમાં અનિલ દેશમુખના ખાનગી સચિવ(પીએસ) અને ખાનગી સહાયક(પીએ)ની ધરપકડ કરી છે.
ગઈકાલે(શુક્રવારે) ઈડીએ અનિલ દેશમુખના નાગપુર અને તેમના મદદનિશોના મુંબઈ સ્થિત પરિસર પર દરોડા પાડ્યા હતા
ઉલ્લેખનીય છે કે EDએ સીબીઆઈની પ્રાથમિકતાનો અભ્યાસ કર્યા બાદ દેશમુખ અને કેટલાક અન્ય વિરુદ્ધ ગત મહિનાથી મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ એક ગુનાહિત મામલો નોંધ્યો હતો.
ઇમરાન ખાનની આશા પર ફરી વળ્યું પાણી!!, FATF એ પાકિસ્તાન ને રાખ્યું આ યાદીમાં રાખ્યું ; જાણો વિગતે
