Site icon

મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનો પર છાપા મારનારી ED શું છુપાવી રહી છે? શું ED કાર્યવાહીઓ શંકાસ્પદ? જાણો વિગતે

ED questions Sadanand Kadam, former Sena MP Ramdas Kadam's brother in Sai Resort scam case

ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકો! કેન્દ્રીય તપાસ એજન્સી EDએ સદાનંદ કદમની કરી ધરપકડ, આ મામલામાં કસાયો સકંજો

News Continuous Bureau Mumbai 

લાંબા સમયથી મહારાષ્ટ્રમાં અનેક નેતાઓના એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરોટ(ED)ના નિશાના પર આવી ગયા છે. મહાવિકાસ આધાડીના નેતાઓના ઘરે EDની છાપામારી ચાલી રહી છે, ત્યારે જાણીતા પત્રકારે ED પાસે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ છેલ્લા અમુક વર્ષોમાં  EDએ કેટલા સર્ચ ઓપરેશન કર્યા હતા? અને કેટલા કેસમાં લોકોને સજા થઈ તેની માહિતી રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ(RTI) હેઠળ માગી હતી. જોકે આ માહીતી ગુપ્તનીય હોવાનું કહીને તેની માહિતી આપવાનો EDએ ઈનકાર કરી દીધો છે.

Join Our WhatsApp Community

જાણીતા અખબાર સાથે સંકળાયેલા પત્રકાર વિનોદ યાદવ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં EDએ પોતાની ઉપરાઉપરી કાર્યવાહીને કારણે લાઈમલાઈટમાં આવી ગયું છે. જોકે હકીકતમાં જોઈએ તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે-ત્રણ વર્ષમાં લગભગ 1600 જેટલા કેસ EDએ નોંધાયા છે, તેમાંથી માંડ 20 કેસમાં તે કોર્ટમાં સજા અપાવી શકી છે, તેના પરથી જ તેમને કામગીરી કેવી છે તે જણાઈ આવે છે.

આ સમાચાર પણ વાંચો : ભાજપના નિશાના પર હવે મહાવિકાસ આઘાડીના આ નેતા, જેલમાં જવાની નોબત આવી શકે છે.. જાણો વિગતે

પત્રકાર વિનોદ યાદવના જણાવ્યા મુજબ ED ઉપરાઉપરી કાર્યવાહી કરી છે. અગાઉ 2018 સુધી તેઓ આખા વર્ષમાં કેટલા કેસ નોંધ્યા અને કેટલાને સજા મળીને તેઓ વાર્ષિક અહેવાલ જાહેર કરતા હતા. પરંતુ 2018ની સાલથી અહેવાલ જાહેર કરવાનું બંધ થઈ ગયું છે. તેથી છેલ્લા બે-ત્રણ વર્ષમાં EDએ કેલા કેસ નોંધ્યા, કેટલી પ્રોપર્ટી જપ્ત કરીને અને કેટલા લોકોને તે કોર્ટમાં સજા અપાવી શકી તેની માહિતી RTI હેઠળ માગવામાં આવી હતી. જોકે EDએ આ કાર્યવાહી અને તેઓ અહેવાલ ગુપ્ત હોવાથી તે જાહેર કરી શકાય નહીં કહીને RTIમાં જવાબ આપવાનો ઈનકાર કરી દીધો છે. 
 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version