Site icon News Continuous Bureau | Mumbai

આ ઘર છે કે પછી સાક્ષાત રિઝર્વ બેંક- પહેલા 20 કરોડ અને હવે 29 કરોડ રોકડ મળ્યા- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai 

પશ્ચિમ બંગાળ(West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જી(CM Mamata Banerjee)ની સરકારમાં ઉદ્યોગ મંત્રી પાર્થા ચેટર્જીના ખાસ સાથીદાર અર્પિતા મુખરજી(Arpita Mukherjee)ના એક ઘરમાંથી SSC પરીક્ષાના કૌભાંડમાં જંગી રોકડ મળી આવ્યા બાદ તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED) એ બુધવારે બીજા એક ઘરમાં તપાસ કરતા તેમાંથી જંગી રોકડ(Money) મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.  

Join Our WhatsApp Channel

 

મીડિયા રિપોર્ટ મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે ફરીથી શિક્ષક ભરતી કૌભાંડ(Teacher recruitment scam)માં કોલકાતા(Kolkata)ની આસપાસના ત્રણ સ્થળોએ દરોડા(Raid) પાડ્યા હતા. આ દરમિયાન EDને અર્પિતા મુખર્જી(Arpita Mukherjee)ના બેલઘરિયા સ્થિત અન્ય ફ્લેટ(Flat)માંથી અંદાજે 29 કરોડ રોકડ (રૂ. 28.90 કરોડ) અને 5 કિલો સોનું મળ્યું હતું. આ રૂપિયાની ગણતરી કરવામાં ઇડીની ટીમ(ED Team)ને લગભગ 10 કલાકનો સમય લાગ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે અર્પિતાએ આ રૂપિયા ફ્લેટના ટોયલેટ(toilet)માં છુપાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કાંદિવલીમાં ધોળે દહાડે હત્યા- માત્ર 24 કલાકમાં પોલીસે દોષીઓને પકડ્યા

ઉલ્લેખનીય છે કે શુકવારે પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થા ચેટર્જીના નજીકના ગણાતા અર્પિતા મુખર્જીના ઘરે ઇડીએ દરોડા પાડયા હતા. કલાકો સુધી ચાલેલી ઇડીની કાર્યવાહી દરમિયાન એજન્સીએ ૨૦ કરોડ રૃપિયા રોકડા જપ્ત કર્યા હતા. 
 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version