Site icon

સંજય રાઉત જેલમાં છે તો પછી તેમના નામેથી એડિટોરિયલ કેમ છપાય છે- ઈડી હવે કરશે  તપાસ

News Continuous Bureau | Mumbai

શિવસેનાના પ્રવક્તા(Shiv Sena Spokesman) અને રાજ્યસભાના સાંસદ(Rajya Sabha MP) સંજય રાઉત(Sanjay Raut) હાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે, છતાં શિવસેનાના મુખપત્ર ગણાતા સામનામાં તેમના નામથી એડિટોરિયલ(Editorial) છપાઈ રહ્યો છે. તેની સામે હવે EDએ આંખ લાલ કરી છે અને તેમના નામે સામનામાં કોણ લખે છે તેનો તપાસ કરવાનો EDએ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

Join Our WhatsApp Community

રવિવારે સામનામાં સંજય રાઉતની સાપ્તાહિક કોલમ રોક થોક પ્રકાશિત થઈ હતી. હવે તેઓ ગયા અઠવાડિયાથી EDની કસ્ટડીમાં છે તો પછી તેઓએ લેખ કયારે લખ્યો અને તેઓ લખ્યો નથી તો તેમના નામે કોણે લખ્યો તેને સવાલ EDને થઈ રહ્યો છે.

EDના અધિકારીના કહેવા મુજબ સંજય રાઉત કસ્ટડીમાં(Custody) હોય ત્યાં સુધી તેઓ કોલમ કે પછી લેખ લખી શકે નહીં. સિવાય કે કોર્ટે તેમને ચોક્કસ મંજૂરી આપી હોય. હાલ કોર્ટે રાઉતને એવી કોઈ મંજૂરી આપી નથી.

આ સમાચાર પણ વાંચો : અમુક દિવસોમાં જો કોંગ્રેસી ધારાસભ્ય અસલમ શેખ જેલના સળિયા પાછળ હશે- મીડિયામાં આવા સમાચાર વહેતા થયા

રવિવારના અહેવાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ(Maharashtra Governor) બી.એ. કોશિયારીની(B.A. Koshyari) ગુજરાતી-મારવાડીઓએ(Gujarati-Marwaris) મુંબઈને આર્થિક પાટનગર(economic capital) બનાવ્યું હોવાની ટિપ્પણી પર નિંદા કરવામાં આવી છે.

આ કોલમમાં EDની પણ ટીકા કરવામાં આવી છે. સાકરની ફેકટરી(Sugar Factory), કાપડની મિલો(textile mills) અને મરાઠી લોકો દ્વારા ચલાવવામાં આવતા અન્ય ઉદ્યોગને ED દ્વારા બંધ કરવામાં આવ્યા છે અને મરાઠી ઉદ્યોગ સાહસિકોને(Marathi Entrepreneurs) EDએ કેસમા ફસાવી રાખ્યા હોવાનું લખવામાં આવ્યું છે.
 

Maharashtra skill development: કૌશલ્ય વિકાસ વિભાગનો મોટો નિર્ણય: વિદેશી કંપનીઓને ઝટકો, સ્વદેશીને તક!
Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે
Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
Exit mobile version