Site icon

Education Department: હવે શાળાઓમાં ‘સોટી વાગે ચમ ચમ’ બંધ; શિક્ષણ વિભાગે જારી કરી નવી નિયમાવલી

મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે કડક નિયમાવલી જાહેર કરી છે. હવે રાજ્યની કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓને શારીરિક કે માનસિક ત્રાસ આપતી સજા કરવી સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાશે. આ નવા નિર્દેશોમાં શારીરિક સજા પર પ્રતિબંધ છે અને ગંભીર મામલાઓમાં પોલીસને સમયસર જાણ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે

Education Department હવે શાળાઓમાં 'સોટી વાગે ચમ ચમ' બંધ; શિક્ષણ વિભાગે જારી કરી

Education Department હવે શાળાઓમાં 'સોટી વાગે ચમ ચમ' બંધ; શિક્ષણ વિભાગે જારી કરી

News Continuous Bureau | Mumbai
Education Department મહારાષ્ટ્ર સરકારના શાળા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અને તેમના હક્કોનું સંરક્ષણ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ અને કડક નિયમાવલી જારી કરી છે. આ નિયમો અનુસાર, હવે રાજ્યની કોઈપણ શાળામાં, કોઈપણ વિદ્યાર્થીને શારીરિક અથવા માનસિક ત્રાસ આપતી સજા કરવી સંપૂર્ણપણે ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યું છે.

કડક પગલાં લેવાનું કારણ

થોડા દિવસો પહેલા વસઈની એક શાળામાં ધોરણ ૬ માં ભણતા વિદ્યાર્થીનો શાળામાં મોડો આવવા બદલ સજા તરીકે ૧૦૦ ઉઠક-બેઠક કરાવવાના કારણે મૃત્યુ થયો હતો. આ ઘટનાને કારણે વાલીઓમાં રોષ ફેલાયો હતો. સરકારે આ પ્રકારની ગંભીરતાથી નોંધ લીધી છે અને વસઈની આ શાળાની નોંધણી રદ કરવામાં આવી છે. તે ઉપરાંત, શાળા શિક્ષણ વિભાગે તમામ શાળાઓ માટે નિયમાવલી જારી કરીને વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક સજા આપવા પર પ્રતિબંધ મૂક્યો છે.

Join Our WhatsApp Community

નવી નિયમાવલી અને પ્રતિબંધિત કૃત્યો

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા નવા નિર્દેશો અનુસાર, મહારાષ્ટ્રની શાળાઓએ હવે વધુ કડક બાળ સુરક્ષા આયોજનનું પાલન કરવું પડશે, જેમાં શારીરિક સજા અને માનસિક ત્રાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ નિર્દેશો કેન્દ્ર સરકારના ‘શાળા સુરક્ષા અને સંરક્ષણ પરના માર્ગદર્શક સિદ્ધાંતો (૨૦૨૧)’ પર આધારિત છે અને તે તમામ બોર્ડ કે વ્યવસ્થાપનની શાળાઓ માટે બંધનકર્તા છે.વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળાના વડા, કર્મચારીઓ અને વ્યવસ્થાપન પર સીધી જવાબદારી નક્કી કરવામાં આવી છે.
પ્રતિબંધિત શારીરિક અને માનસિક શિક્ષાઓ
શિક્ષકો અને શાળાના કર્મચારીઓને વિદ્યાર્થીઓ પર નીચેની શારીરિક કે માનસિક શિક્ષા કરવાની મનાઈ છે:
મારપીટ કરવી અથવા કાનની બૂટ પકડવી.
કાન અથવા વાળ ખેંચવા.
વિદ્યાર્થીઓને ઉઠક-બેઠક કરાવવી.
તેમને લાંબા સમય સુધી તડકામાં કે વરસાદમાં વર્ગની બહાર ઊભા રાખવા.
વિદ્યાર્થીઓને ધક્કો મારવો અથવા તેમને ઘૂંટણિયે બેસાડવા.
સજાના સ્વરૂપમાં ભોજન અથવા પાણી જપ્ત કરવું.
વારંવાર મૌખિક અપમાન કરવું અથવા ધમકીઓ આપવી.

આ સમાચાર પણ વાંચો: Delhi-Mumbai Expressway: એક્સપ્રેસ-વે બન્યો ‘મૃત્યુનો માર્ગ’ ગાઢ ધુમ્મસને કારણે ૨૦ વાહનોની ટક્કર, દિલ્હી-મુંબઈ રૂટ પર લાંબો જામ

ઓનલાઇન સંવાદ અને ફરિયાદ નિવારણ

Education Department આ ઉપરાંત, શાળાઓને અન્ય મહત્ત્વપૂર્ણ સૂચનો પણ આપવામાં આવ્યા છે:
ખાનગી સંવાદ: શૈક્ષણિક અથવા સુરક્ષા સંબંધિત કારણોસર અનિવાર્ય ન હોય ત્યાં સુધી ખાનગી સંદેશ, ચેટ અથવા સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત સંવાદ ટાળવો.
મીડિયા વપરાશ: વાલીઓ અને સંસ્થાની પરવાનગી વિના વિદ્યાર્થીઓના ફોટો કે વીડિયો લેવા અથવા તેનો ઉપયોગ કરવાની મનાઈ છે.
ફરિયાદ નિવારણ: તમામ શાળાઓએ સુલભ માળખાકીય સુવિધાઓ અને સગવડો સુનિશ્ચિત કરવી જોઈએ અને ફરિયાદ પર તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે સ્પષ્ટ, પારદર્શક ફરિયાદ નિવારણ પ્રણાલી શરૂ કરવી જોઈએ.

ગંભીર મામલાઓમાં પોલીસ કાર્યવાહી

શાળાના વડાએ સુરક્ષા સંબંધિત કોઈ પણ ઘટનાની તાત્કાલિક નોંધણી કરવી, સીસીટીવી ફૂટેજ, હાજરીની નોંધો અને લેખિત ફરિયાદો જેવા પુરાવા જાળવવા અને પ્રાથમિક તપાસ કરવી જરૂરી છે.જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ (પોક્સો) કાયદો અથવા બાળ ન્યાય કાયદા હેઠળ આવતા ગંભીર કેસોમાં શાળાઓએ ૨૪ કલાકની અંદર પોલીસમાં ફરિયાદ દાખલ કરવી જરૂરી છે.

Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Sunetra Pawar: કોણ છે સુનેત્રા પવાર? જેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી CM બનીને રચશે ઈતિહાસ; જાણો તેમના અભ્યાસ અને સામાજિક કાર્યો વિશેની વિગતો
Sunetra Pawar: સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી (Deputy CM) બનાવવામાં આટલી ઉતાવળ કેમ? જાણો શું છે અસલી રમત
Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Exit mobile version