ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકડવાને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાનો ચેપ લાગ્યો હોવાની જાણ તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર કરી હતી.
હાલ શિયાળુ અધિવેશન ચાલી રહ્યું છે અને તેમાં વર્ષા ગાયકવાડ પણ હાજર રહ્યા હતા, તેથી તેમના સંપર્કમાં આવેલા વિધાનસભ્યો અને કમર્ચારીઓનું ટેન્શન વધી ગયું છે.
વર્ષા ગાયકવાડમાં કોરોનાના હળવા લક્ષણો જણાયા છે. તેથી તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે. તેમ જ તેમણે છેલ્લા થોડા દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરાનાની ટેસ્ટ કરાવી લેવાની અપીલ પણ કરી છે.
તેલંગાણા અને છત્તીસગઢ સરહદે સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, આટલા નક્સલવાદી ઠાર
અહીં ઉલ્લેખનીય છે કે અધિવેશન ચાલી રહ્યું હોઈ તેમાં હાજર રહેનારા વિધાનસભ્યથી લઈને તમામ કર્મચારી, પોલીસ અ પત્રકારોની પણ કોરોનાની ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં તાજેતરમાં 32 લોકો કોવિડ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. કોવિડ પોઝિટિવ આવેલા લોકોમાં પોલીસ, મંત્રી, કર્મચારી સહિત પત્રકારોનો સમાવેશ થાય છે.
