Site icon

શિવસેનાના ધારાસભ્ય મિલિન્દ નાર્વેકર અને એકનાથ શિંદે વચ્ચે બેઠક પૂર્ણ- લગભગ એક કલાક ચાલેલી બેઠકમાં એકનાથ શિંદેએ મુકી આ બે શરતો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર(Uddhav Government) ખતરમાં છે. તેમના દિગ્ગજ મંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) પોતાની સાથે કેટલાક ધારાસભ્ય(MLA) સાથે સુરતની મેરેડિયન હોટલમાં(Meridian Hotel in Surat) આવી ગયા છે. તેની વચ્ચે નારાજ એકનાથ શિંદેને મનાવવા માટે તેમના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર ફાટક(Ravindra Phatak) અને મિલિંદ નાર્વેકર(Milind Narvekar) બે નેતાઓ સુરતની હોટલ ખાતે આવી પહોંચ્યા. 

Join Our WhatsApp Community

જોકે પહેલા તેમને પોલીસે મુખ્ય દ્વાર પર રોક્યા અને અડધા કલાક પછી તેમને જવા દીધા. એકનાથ શિંદે અને મિલિંદ નાર્વેકર વચ્ચેની બેઠક(Meeting) પૂરી થઈ. આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં બંને નેતાઓએ એકનાથ શિંદે સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના(Chief Minister Uddhav Thackeray) પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન એકનાથ શિંદેએ નાર્વેકર સમક્ષ નીચે મુજબ શરતો મૂકી છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ એક્ટિવ- આ નેતાને સોંપી સરકાર બચાવવાની જવાબદારી-જાણો કોણ છે ગાંધી પરિવારના સંકટમોચક 

– કોંગ્રેસ(Congress) અને NCP સાથે ગઠબંધન તોડવાની શરત
– શિવસેનાએ(Shivsena) ભાજપ(BJP) સાથે મળીને સરકાર બનાવવાની શરત

ઉલ્લેખનીય છે કે શિવસેનાના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર ધારાસભ્યો સાથે 7 વાગે વર્ષા નિવાસ ખાતે બેઠક બોલાવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે શિવસેના કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધન તોડે છે કે પછી પોતાના નિર્ણય પર અડગ રહે છે.

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version