News Continuous Bureau | Mumbai
ભારતીય જનતા પાર્ટી (BJP)ની મદદ લઈને શિવસેનામાં(Shiv Sena) ભંગાણ પાડી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન (Chief Minister of Maharashtra) બનેલા એકનાથ શિંદેએ(Eknath Shinde) આ અગાઉ 2014 અને 2017માં કોંગ્રેસ(Congress) સાથે સરકાર સ્થાપવાનો પ્રયાસ કર્યો હોવાનો શિવસેના અને કોંગ્રેસે દાવો કર્યો છે, તેને કારણે રાજકીય ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસના સિનિયર નેતા(Senior Congress leade) અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન(former Chief Minister of the state) અશોક ચવ્હાણ (Ashok Chavan) અને શિવસેનાના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત ખૈરે(Chandrakant Khaire) સહિત અન્ય નેતાઓએ એકનાથ શિંદેએ અગાઉ ભાજપ-શિવસેનાની સરકાર(BJP-Shiv Sena government) તોડી કોંગ્રેસ સાથે સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આશ્ચર્યજનક દાવો કર્યો છે, તેથી ફરી એક વખત વિવાદ જાગ્યો છે.
નાંદેડમાં અશોક ચવ્હાણે કહ્યું હતું કે રાજ્યમાં 2017માં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી(Local Self-Government Elections) પહેલા 2017માં શિવસેના શિસ્ત મંડળમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની(Devendra Fadnavis) ભાજપની સરકારમાં શિંદે મંત્રી હતા. તેમણે ઓફિસમાં ભાજપ સાથે સંબંધ તોડી નાખવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. ત્યારે જોકે અશોક ચવ્હાણે તેઓ પહેલા પોતાના પક્ષ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર સાથે ચર્ચા કરશે અને ત્યાર બાદ કોંગ્રસના કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ વિષય રાખશું એવું કહ્યું હોવાનું માનવામાં આવે છે.જોકે ત્યારબાદ કંઈ થયું નહોતું.
આ સમાચાર પણ વાંચો : બળવાનો બદલો- કોંગ્રેસ અધ્યક્ષ પદ ગયું હવે ગેહલોતની CMની ખુરશી પર સંકટ-દિગ્ગજ નેતાનું નિવેદન
બરોબર આ જ સમયે રાજ્યમાં સંયુક્ત રીતે સરકાર ચલાવી રહેલી શિવસેના અને ભાજપ વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. આ અગાઉ 2014માં શિંદે સહિત શિવસેનાના 15 ધારાસભ્યો રાજ્યમાં શિવસેના-કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની(NCP) સરકાર સ્થાપવાનો પ્રસ્તાવ કોંગ્રેસ પાસે લઈ આવ્યો હોવાનો દાવો પણ અશોક ચવ્હાણે કર્યો છે. પરંતુ ત્યારે પણ કંઈ થયું નહોતું.
