Site icon News Continuous Bureau | Mumbai

અસલી શિવસેના કોની? કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ સુનાવણી શરૂ, આજે આ પક્ષને સાંભળશે ઇલેક્શન કમિશન, નિર્ણયની સંભાવના

Election Commission starts hearing on Shivsena party and party political symbol

અસલી શિવસેના કોની? કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ સુનાવણી શરૂ, આજે આ પક્ષને સાંભળશે ઇલેક્શન કમિશન, નિર્ણયની સંભાવના

News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનામાં ( Shivsena party ) શિંદે અને ઉદ્ધવ ઠાકરે નામના બે જૂથ પડી ગયા છે. બંને જૂથોએ શિવસેનાના નામ અને ધનુષ અને તીરના પ્રતીકનો દાવો કર્યો છે. આ અંગે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ ( Election Commission ) સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સત્તા સંઘર્ષ અને શિવસેનાના ભાગલાને જોતા આ સુનાવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગત સુનાવણીમાં ચૂંટણી પંચે શિંદે જૂથનો પક્ષ સાંભળ્યો હતો. આજે સુનાવણીમાં ઠાકરે જૂથ પોતાનો પક્ષ રજૂ કરશે. બંને જૂથના નેતાઓ આ વખતે દિલ્હીમાં હાજર છે. તો શું આજે શિવસેનાના નામ અને ધનુષ અને તીર ચિહ્ન ( political symbol ) અંગે નિર્ણય લેવામાં આવશે? તે જોવું રસપ્રદ રહેશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  મોટા સમાચાર: NCPના આ દિગ્ગજ નેતા ‘નોટ રિચેબલ’, અચાનક ક્યાં ગાયબ થઇ ગયા નેતાજી? રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..

રસપ્રદ વાત એ પણ છે કે ઉદ્ધવ ઠાકરેના પક્ષ પ્રમુખનો કાર્યકાળ 23 જાન્યુઆરીએ પૂરો થશે. તેથી, ઠાકરે જૂથે ચૂંટણી પંચને સંસ્થાકીય ચૂંટણી માટે પરવાનગી આપવા વિનંતી કરી હતી. આ અંગે પણ પંચ નિર્ણય આપે તેવી શક્યતા છે.

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Iran Hormuz Strait Reopening Conditions હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાન તૈયાર, પણ મૂકી મોટી શરતો! ટ્રમ્પ સામે હવે માત્ર એક જ રસ્તો
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Exit mobile version