ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મુંબઈમાં આવેલા મંત્રાલયની ઇમારતમાંથી દારૂની ખાલી બાટલીઓ મળી આવવાનો બનાવ હજી તાજો છે, ત્યાં હવે ઔરંગાબાદ મહાનગરપાલિકાની ઑફિસમાંથી દારૂની ખાલી બાટલી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.
ઔરંગાબાદ પાલિકાના મુખ્યાલયમાં દેશી અને વિદેશી બનાવટની દારૂની ખાલી બાટલીઓ મળી આવી હતી. એવી શંકા વ્યક્ત થઈ રહી છે કે કર્મચારીઓએ ડ્યૂટી પૂરી થયા બાદ ઑફિસમાં જ દારૂની પાર્ટી કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે મંત્રાલયની કૅન્ટીનના ડક એરિયામાંથી દારૂની ખાલી બાટલીઓ મળી આવી હતી. રાજ્યની સૌથી સુરક્ષિત મનાતી ઇમારતમાં દારૂની બાટલીઓ પહોંચી કેવી રીતે? એને લઈને વિપક્ષો દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા.