Site icon News Continuous Bureau | Mumbai

સલામ છે આ હિમ્મતવર ડોક્ટરને….પિતાના મૃત્યુ પછી પણ કરી દર્દીઓની સારવાર …

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ 26 એપ્રિલ 2021.
 સોમવાર. 
         સુરત જનરલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગના ડો.ધર્મેશ ચૌહાણને ફરજ દરમિયાન પિતાના મૃત્યુના સમાચાર મળ્યા હોવા છતાં 10 કલાક સુધી ચાર ક્રિટિકલ દર્દીની સારવાર કરી હતી.આઇસીયુ વોર્ડમાં દાખલ પિતાની સારવાર પણ ડો.ધર્મેશ જ કરી રહ્યા હતા.


        સુરત જનરલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં છેલ્લાં ત્રણ વર્ષથી ડો. ધર્મેશ સેવા આપી રહ્યા હતાં. તેમના પિતાજી છગનભાઈ ચૌહાણ 58 વર્ષના હતા, તેમને કોરોના થતાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેમની તબિયત લથડતા વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા હતાં. ડો. ધર્મેશન ઘરે તેમના ભાઈ, બભી અને ભત્રીજો  પણ કોરોનાગ્રસ્ત થયાં હતાં. આ તમામ દર્દીઓની સાથે સાથે તેઓ પિતાજીની પણ સારવાર કરી રહ્યા હતા.જોકે 21મી એપ્રિલના રોજ સારવાર દરમિયાન રાત્રે 10:30 વાગ્યે તેમના પિતાજીનું અવસાન થયું, તે સમયે ડો.ધર્મેશ હોસ્પિટલમાં જ ફરજ બજાવતા હતા. તે વખતે  બીજા ચાર દર્દીઓની હાલત ગંભીર હોવાથી ડો. ધર્મેશ તેમના ઉપચારમાં લાગી ગયા અને એક ડોક્ટર તરીકે તેમની ફરજ પુરી કરી હતી. જોકે સવાર આઠ વાગ્યા સુધી સારવાર કર્યા બાદ જ  તેમણે પિતાની અંતિમ વિધિ કરી હતી.

Join Our WhatsApp Channel

એલપીજી ગેસ બુકિંગ પદ્ધતિ હવે થશે બધું સરળ રીતે.. જાણો વિગત..
 

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version