News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) હવે પૂરી રીતે કોંગ્રેસ(Congress) પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના પ્રેમમાં રંગાઈ ગયા છે. પોતાના રાજીનામા(resign) સમયે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ પાર્ટી તેમ જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી નો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ બંને પાર્ટીઓ વફાદાર છે. આશ્ચર્યની વાત એ છે કે તેમણે બાળા સાહેબ ઠાકરે(Bala Saheb Thackeray)ના વફાદાર અને હાલ પાર્ટી છોડીને બહાર ગયેલા એવા તમામ ધારાસભ્યો(MLAs)ને બીનવફાદાર તરીકે સંબોધ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું
આ એક આશ્ચર્ય કહેવાય કે ચોવીસ કલાક પહેલા ઉદ્ધવ ઠાકરે ભાવપૂર્ણ સંદેશો આપીને તમામ નારાજ ધારાસભ્યોને કહી રહ્યા હતા કે મને તમારી ચિંતા થાય છે. અને માત્ર 24 કલાકની અંદર તેમણે તમામ ધારાસભ્યોને ગદ્દાર કહ્યા અને કોંગ્રેસ તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના વફાદાર તરીકે સંબોધ્યા.