Site icon News Continuous Bureau | Mumbai

વધુ એક ક્રિકેટરની થઈ રાજકારણમાં એન્ટ્રી, 2022ની ચૂંટણી પહેલા ભાજપમાં થયો સામેલ; આપ્યું આ નિવેદન 

ન્યુઝક્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ,૨૮ ડિસેમ્બર ૨૦૨૧.

Join Our WhatsApp Channel

મંગળવાર.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી દિનેશ મોંગિયા ક્રિકેટ બાદ હવે રાજનીતિની પીચ પર હવેથી ભાજપ માટે બેટિંગ કરતા જોવા મળશે. 

ટીમ ઈન્ડિયા વતી આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચુકેલા પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયા આજે ભાજપમાં જોડાયા છે.

ભાજપ કાર્યાલયમાં તેમને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે ભાજપનુ સભ્યપદ આપવામાં આવ્યુ છે.

ભાજપમાં જોડાયા બાદ મોંગિયાએ કહ્યું કે હું ભાજપ દ્વારા પંજાબની જનતાની સેવા કરવા માંગુ છું. ભાજપ સિવાય કોઈ પક્ષ દેશના વિકાસ માટે કામ કરી શકે નહીં.

આગામી દિવસમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ તેમને આ ચૂંટણીમાં ઉમેદવાર બનાવે તેવી પણ સંભાવના છે.

દિનેશ મોંગિયા પંજાબ વતી રમીને પોતાના ક્રિકેટ કેરિયરનો પ્રારંભ કર્યો હતો. 2001માં તેમનો ઈન્ટરનેશનલ ડેબ્યુ થયો હતો અને ઓસ્ટ્રેલિયા સામે પોતાની વનડે કેરિયર શરુ કરી હતી . 

2003માં વર્લ્ડકપ ટીમનો પણ મોંગિયા હિસ્સો રહી ચુકયા છે. છેલ્લે પંજાબ માટે તેઓ 2007માં રમ્યા હતા.

15-18 વર્ષના બાળકોના રસીકરણ અંગે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, બાળકોને ફક્ત આ જ રસી અપાશે; જાણો વિગતે

Indian Coast Guard ATS Joint Operation દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનું પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ ₹૩,૦૦૦ કરોડનો જંગી જથ્થો જપ્ત, ૫ ની ધરપકડ
Maharashtra CEO Questions SIR Process SIR વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સીઈઓ પણ મેદાનમાં ચૂંટણી પંચને લખ્યો ઈમેલ, કરી આ મહત્વની માંગણીઓ!
Navi Mumbai ST Bus Accident નવી મુંબઈમાં ST બસની બ્રેક ફેઇલ થતાં મોટો અકસ્માત, ૩ કાર અને ૨ રિક્ષાને અડફેટે લેતાં ૫ લોકો ઈજાગ્રસ્ત
Vasai Dumping Ground Fire ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ભીષણ આગ, ઝેરી ધુમાડાથી નાગરિકોને શ્વાસ લેવામાં મુશ્કેલી
Exit mobile version