ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબના રાજકારણમાં એક બાદ એક રાજકીય ભૂકંપ આવી રહ્યા છે.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે, હું નવી પાર્ટી બનાવી રહ્યો છું. ચૂંટણી પંચ તરફથી નામ અને ચિહ્નની મંજૂરી મળ્યા બાદ હું તેની જાહેરાત કરીશ.
જોકે તેમણે કહ્યું કે, અત્યારે પાર્ટીનું નામ નહીં કહી શકાય કારણ કે, હાલ મને પણ નથી ખબર.
ઉલ્લેખનીય છે કે અમરિન્દર સિંઘે હાલમાંઆ જ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો.
કોંગ્રેસ પાર્ટીએ અમરિન્દર સિંઘને હટાવીને ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા છે ત્યારે આગામી ચૂંટણીમાં અમરિન્દર સિંઘ હવે કોંગ્રેસને જોરદાર નુકસાન પહોંચાડશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.
