Site icon

અમદાવાદ-ઉદેપુર રેલ્વે ટ્રેક બ્લાસ્ટ કેસ: રાજસ્થાન પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સી લાગી કામે, તપાસમાં સામે આવી આ ચોંકાવનારી વિગત

 News Continuous Bureau | Mumbai

એક બાજુ લેક સિટી ઉદયપુરમાં (Udaipur) જી-20 શેરપાની બેઠક માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, રવિવારે એક દિવસ પહેલા, ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેકને (Udaipur-Ahmedabad railway track) ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) 13 દિવસ પહેલા જ આ રેલવે ટ્રેકનું (Railway tracks) ઉદ્ઘાટન કર્યું હતું. આવી સ્થિતિમાં આ કાવતરાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે રેલવે કર્મચારીઓએ (Railway employees) દિવસ-રાત મહેનત કરીને આ રેલ્વે ટ્રેકને ફરી રીપેર કર્યો હતો. જે બાદ આજે સવારે 9.20 કલાકે આ રેલવે ટ્રેક પરથી માલગાડીને નિકાળવામાં આવી.

Join Our WhatsApp Community

રેલવે ટ્રેકના સૌથી મોટા પુલ પર બનેલી આ ઘટનાને કારણે સુરક્ષા એજન્સીઓ (security agencies) એલર્ટ મોડ (Alert mode) પર આવી ગઈ છે. હાલ રાજસ્થાન પોલીસ (Rajasthan Police) અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (National Investigation Agency) (NIA) આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાના દરેક પાસાને ગંભીરતાથી જોવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વિસ્ફોટને અંજામ આપવા માટે સુપર પાવર 90 ડિટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક ખતરનાક વિસ્ફોટક છે. આ વિસ્ફોટકોનો ઉપયોગ 28 ઓગસ્ટના રોજ નોઈડામાં (Noida) સુપરટેક કંપનીના (Supertech Company) ટ્વીન ટાવર્સને તોડવા માટે કરવામાં આવ્યો હતો. પરંતુ આ પાછળ કોનો હાથ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. દરમિયાન, તપાસ ટીમ સમક્ષ એવું પણ સામે આવ્યું છે કે બ્લાસ્ટ કરનારાઓનો હેતુ ચોરીનો ન હતો પરંતુ અન્ય કોઈ કાવતરું હતું.

આ સમાચાર પણ વાંચો:વધુ એક સિતારો ખરી પડ્યો.. હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અનોખી છાપ છોડનાર આ અભિનેતાએ દુનિયાને કહ્યું અલવિદા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર.

Bhutan: હવે ટ્રેન થી જઈ શકાશે ભૂટાન…, પડોશી દેશના આ બે શહેરો સુધી મળશે રેલ કનેક્ટિવિટી
Tomahawk Missile: 450 કિલો વોરહેડ, 2500 કિલોમીટર રેન્જ; યુક્રેનને અમેરિકા આપશે ટોમહોક મિસાઇલ, જાણો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે શું કરી જાહેરાત
H-1B Visa: ટ્રમ્પે આપેલો આઘાત હવે કેનેડા કરશે દૂર, H-1B વીઝા પર PM કાર્ની એ કર્યું મોટું એલાન
BCCI Prize Money: એશિયા કપ જીતતા જ ટીમ ઈન્ડિયા થઇ માલામાલ, BCCI એ કરી મોટી ઈનામી રકમ ની જાહેરાત
Exit mobile version