Site icon News Continuous Bureau | Mumbai

 કમાલ છે!! કેરળ બાદ મિઝોરમના ચર્ચે લોકોને વધુ બાળકો પેદા કરવા કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Channel

મંગળવાર

આઇઝોલના સ્થાનિક ચર્ચ રિપબ્લિક વેંગ ખાતે  વાર્ષિક સભા યોજાઇ હતી અને રવિવારે તેનું સમાપન થયું હતું. રાજ્યભરના મોટાભાગના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ચર્ચના સભ્યો અને સમગ્ર મિઝોરમની વસ્તીમાં વધારો તેમના અસ્તિત્વ અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ બની ગયો છે. તેમણે કહ્યું કે વધુ બાળકો પેદા કરીને જ વસ્તી વધારી શકાય છે અને રાજ્ય સરકારમાં કામ કરતી મહિલાઓ માટે પ્રસૂતિ રજાના દિવસો વધારવાનું સૌથી મહત્ત્વનું પ્રોત્સાહન છે. વધુમાં જણાવ્યું હતું કે જે મહિલાઓને વધુ બાળકો હોય તેમની પ્રસૂતિ રજા લંબાવવા માટે રાજ્ય સરકારને અપીલ કરવાનો ર્નિણય સ્વીકારવામાં આવ્યો છે અને સિનોડ કોન્ફરન્સે રાજ્ય સરકાર સાથે આ બાબતને આગળ ધપાવવા માટે સિનોડ એક્ઝિક્યુટિવ કમિટીને અધિકૃત કરી છે.એક બાજુ વસ્તી વધી રહી છે. તો બીજી તરફ મિઝોરમમાં વસ્તી ઘટી રહી છે. વસ્તી વધારવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ખ્રિસ્તી બહુમતી ધરાવતા રાજ્ય મિઝોરમના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી પ્રેસ્બિટેરિયન ચર્ચે રાજ્ય સરકારને વિવાહિત યુગલોને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા મહિલાઓ માટે પ્રસૂતિ રજા વધારવા વિનંતી કરી છે. પ્રેસ્બીટેરિયન ચર્ચની સર્વોચ્ચ ર્નિણય લેવાની સત્તા ધરાવતા સિનોડના પ્રતિનિધિઓ દ્વારા શનિવારે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. માત્ર પ્રેસ્બીટેરિયન ચર્ચ જ નહીં પરંતુ મિઝોરમનું બેપ્ટિસ્ટ ચર્ચ જે રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું ચર્ચ છે અને અન્ય ચર્ચો પણ દેશમાં લઘુમતી ધાર્મિક સમુદાય તરીકે ટકી રહેવા માટે રાજ્યમાં વધુ બાળકો પેદા કરવાનો આગ્રહ કરી રહ્યાં છે. તે જ સમયે યંગ મિઝો એસોસિએશનની કેન્દ્રીય સમિતિએ પણ આ ર્નિણયનું સમર્થન કર્યું છે. ચર્ચ અને રૂસ્છ માને છે કે મિઝોરમ, એક આદિજાતિ અને ધાર્મિક લઘુમતી તરીકે અસ્તિત્વ ટકાવી રાખવા અને યુગલોને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા માટે તેની વસ્તી વધારવી જાેઈએ.

અમેરીકા નહીં પરંતુ આ ઇસ્લામિક દેશ માં બની વિશ્વ નો પહેલો ૧૦૦ ટકા પેપરલેસ સરકાર. જાણો વિગતે

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version