Site icon News Continuous Bureau | Mumbai

Factory Blast: મધ્ય પ્રદેશમાં ફટાકડાની ફેકટરીમાં જોરદાર વિસ્ફોટ, 7 લોકોના મોત અને આટલા લોકો થયા ઘાયલ.. જુઓ વિડીયો…

Factory Blast: મધ્યપ્રદેશના હરદામાં એક ક્રેકર ફેક્ટરીમાં અચાનક મોટો વિસ્ફોટ થયો હતો. જે બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. હાલ ફાયર વિભાગે બચાવ કામગીરી શરુ કરી છે.

Factory Blast A huge explosion in a firecracker factory in Madhya Pradesh, 7 people died and so many people were injured..

Factory Blast A huge explosion in a firecracker factory in Madhya Pradesh, 7 people died and so many people were injured..

News Continuous Bureau | Mumbai

Factory Blast: મધ્યપ્રદેશના હરદામાં ( Harda  ) એક ફટાકડાની ફેક્ટરીમાં ( firecracker factory ) અચાનક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં 7 લોકોના મોતના અહેવાલ છે. જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટથી આખું શહેર હચમચી ગયું છે. વિસ્ફોટ બાદ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ ( fire  ) ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ આસપાસના વિસ્તારના લગભગ 50 ઘર આગની લપેટમાં આવી ગયા છે. તે જ સમયે, લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીંતહી દોડવા માંડ્યા હતા. હાલ 20થી વધુ ઘાયલોને હરદા જિલ્લા ( Madhya Pradesh  ) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. નજીકના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડના બંબા પણ હરદા જવા રવાના થયા છે. 

Join Our WhatsApp Channel

મળતી માહિતી મુજબ, મગરધા રોડ પર આવેલી એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ( illegal factory ) સવારે વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાંથી નીકળતી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી જોઈ સુધી ફેલાયા હતો. માહિતી મળ્યા બાદ વહીવટી કર્મચારીઓ સહિત ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

  રાહત કામગીરી માટે વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે….

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે ઘટનાની તાત્કાલિક નોંધ લેતા મંત્રી ઉદય પ્રતાપ સિંહ, એસીએસ, ડીજી હોમગાર્ડને હરદા જવા સૂચના આપી છે. તે જ સમયે, ભોપાલ અને ઈન્દોરમાં મેડિકલ કોલેજો, ભોપાલમાં એઈમ્સ અને બર્ન યુનિટને પણ જરૂરી તૈયારીઓ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Twin Tunnel : હવે બોરીવલીથી થાણે 20 મિનિટમાં પહોંચી શકાશે, પીએમ મોદીના હસ્તે આ તારીખે થઈ શકે છે ટ્વીન ટનલનો શિલાન્યાસ- અહેવાલ..

આ સિવાય ઈન્દોર અને ભોપાલથી ફાયર બ્રિગેડના બંબાઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી રહ્યા છે અને રાહત કામગીરી માટે વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

નર્મદાપુરમાંથી અનેક ફાયર બિગ્રેડના બંબાઓ પણ ઘટના સ્થળે પહોંચી રહ્યાં છે. હરદા ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગને લઈને નર્મદાપુરમથી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ હરદા મોકલવામાં આવી રહી છે.. સત્તાવાર માહિતી અનુસાર, નર્મદાપુરમથી 6 ફાયર બ્રિગેડના બંબા અને 4 એમ્બ્યુલન્સ ડોક્ટરો અને સ્ટાફ સાથે હરદા માટે રવાના થઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version