ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 માર્ચ 2021
મનસુખ હિરેન હત્યા પ્રકરણે સભાગૃહમાં રાજ્ય સરકારના ભુક્કા બોલાવનાર દેવેન્દ્ર ફડણવીસે એક બીજું હથિયાર ઉગામ્યું છે. આ અચૂક હથિયાર ગૃહ મંત્રી અને દેશમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ પર ચલાવવામાં આવ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં 'હક ભંગ' પ્રસ્તાવ રજૂ કર્યો છે. જ્યારે કોઇ જવાબદાર અને મહત્વપૂર્ણ વ્યક્તિ વિધાનસભામાં બીજી કોઈ વ્યક્તિ અથવા વિષય પર ખોટું નિવેદન આપીને વિધાનસભાને ગેરમાર્ગે દોરે ત્યારે આ પ્રસ્તાવ લાવવામાં આવે છે. આ પ્રસ્તાવ આવતાની સાથે ભલભલાના પરસેવા નીકળી જાય છે.
ગઈ કાલે કોંગ્રેસ અને એનસીપીએ દેવેન્દ્ર ફડનવીસ પર અન્વય નાઇક હત્યા સંદર્ભે ગંભીર આરોપ લગાવ્યા હતા.
હવે દેવેન્દ્ર ફડનવીસે ચેલેન્જ ફેંકી છે કે આ આરોપીને સાબિત કરવામાં આવે અથવા આરોપ લગાવનાર વ્યક્તિ પર કાનૂની કાર્યવાહી થાય.
દેવેન્દ્ર ફડણવીસની આ કાર્યવાહીને કારણે સત્તાધારીઓ હલી ગયા છે.
મનસુખ હિરણ હત્યાકાંડ મામલે સચિન વઝે બદલી થશે. પણ બીજી કોઈ જ કાર્યવાહી નહીં. જાણો વિગત.