Site icon

Fake Birth Certificate case : સપા નેતા આઝમ ખાન પરિવાર સહિત જશે જેલમાં, બનાવટી પ્રમાણપત્ર કેસમાં કોર્ટે ફટકારી આટલા વર્ષની સજા..

Fake Birth Certificate case : અબ્દુલ્લા આઝમના બે બર્થ સર્ટિફિકેટના મામલામાં બુધવારે કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે આ કેસમાં અબ્દુલ્લા આઝમ તેમજ તાન્ઝીન ફાતિમા અને આઝમ ખાનને દોષિત જાહેર કર્યા છે. વિશેષ સાંસદ-ધારાસભ્ય કોર્ટે ત્રણેયને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે.

Fake Birth Certificate case Azam Khan, his wife and son given seven-year jail term in 2019 fake birth certificate case

Fake Birth Certificate case Azam Khan, his wife and son given seven-year jail term in 2019 fake birth certificate case

News Continuous Bureau | Mumbai 

Fake Birth Certificate case : સપા એટલે કે સમાજવાદી પાર્ટીના ( Samajwadi Party ) નેતા આઝમ ખાનના ( Azam Khan ) સમગ્ર પરિવારને આજે મોટો ઝટકો લાગ્યો છે. આઝમ ખાન, તેની પત્ની તન્ઝીન અને પુત્ર અબ્દુલ્લાને ( Abdullah Azam ) બે જન્મ પ્રમાણપત્ર કેસમાં કોર્ટે સાત-સાત વર્ષની સજા ફટકારી છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ રામપુરની ( Rampur ) સ્પેશિયલ જજ એમપી-એમએલએ કોર્ટે ત્રણેયને છેતરપિંડી માટે દોષિત ઠેરવ્યા છે. ત્રણેયને કલમ 467 અને 468 હેઠળ સાત અને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સાથે 15 હજાર રૂપિયાનો દંડ ( Fine ) પણ ફટકારવામાં આવ્યો છે. બધી સજાઓ એક સાથે ચાલશે. સજા સંભળાવતા પહેલા કોર્ટે ત્રણેયને દોષિત જાહેર કરી તેમની અટકાયત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેયને કોર્ટમાંથી સીધા જેલમાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

7 વર્ષની જેલની સજા

તમને જણાવી દઈએ કે બીજેપી ધારાસભ્ય આકાશ સક્સેનાએ ( Akash Saxena ) 2019માં આઝમ ખાન, તેમની પત્ની તન્ઝીન ફાતમા ( Tanzin Fatima )  અને પુત્ર અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. કોર્ટે અબ્દુલ્લા આઝમ, તાન્ઝીન ફાતિમા અને આઝમ ખાનને 7-7 વર્ષની જેલની સજા ફટકારી છે.

નોંધનીય છે કે અબ્દુલ્લા આઝમ પર એક જન્મ પ્રમાણપત્ર રામપુર નગરપાલિકા અને બીજું લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મેળવવાનો આરોપ હતો. બંનેના જન્મ પ્રમાણપત્રનો અનુકૂળતા મુજબ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ કેસમાં આઝમ ખાન, તન્ઝીન ફાતિમા અને અબ્દુલ્લા આઝમ આરોપી હતા. હવે સાંસદ-ધારાસભ્ય કોર્ટે ત્રણેયને દોષિત જાહેર કર્યા છે. તેમજ ત્રણેયને 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Pakistan Fuel Crisis: કંગાળ પાકિસ્તાન પર વધુ એક સંકટ.. એકસાથે દેશ-વિદેશની 48 ફ્લાઇટો રદ.. જાણો શું છે કારણ..

ભાજપના ધારાસભ્યએ કહ્યું- સત્યની જીત

મીડિયા સાથે વાત કરતા શહેરના ભાજપના ધારાસભ્ય આકાશ સક્સેનાએ કહ્યું કે, ન્યાયતંત્રનો નિર્ણય અમને શરૂઆતથી જ સ્વીકાર્ય છે. સત્યનો જ વિજય થયો છે. આ કોર્ટનો નિર્ણય છે. મને આ કેસ લડ્યાને લગભગ 6 વર્ષ થઈ ગયા. આઝમ ખાને આ સમગ્ર કેસમાં પોતાના બચાવ માટે કોઈ પુરાવા આપ્યા નથી. આ કેસને કેવી રીતે ટાળી શકાય તેના પર માત્ર મારું મન કેન્દ્રિત કર્યું. સત્યમાં વિલંબ થઈ શકે છે પરંતુ સત્ય ક્યારેય છુપાવી શકાતું નથી.

તમને જણાવી દઈએ કે, બે જન્મ પ્રમાણપત્રોના મામલામાં ફરિયાદ પક્ષ અને વાદીની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. બચાવ પક્ષની દલીલ થવાની છે, જેના માટે કોર્ટે 16 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. બચાવ પક્ષ દ્વારા 16 ઓક્ટોબરે રિવિઝન પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. જે બાદ હવે કોર્ટનો નિર્ણય આવ્યો છે.

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version