Site icon News Continuous Bureau | Mumbai

સોમવારે આખા ગુજરાતમાં ગેસ પુરવઠો બંધ રહેવા બાબતે ગુજરાત ગેસ લિમિટેડએ કરી આ સ્પષ્ટતા. જાણો વિગતે 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

08 જાન્યુઆરી 2021 

વર્તમાન સમયમાં મોટા ભાગના લોકોના ઘરમાં રાંધણ ગેસના સિલિન્ડરની જગ્યા પર ગેસ પાઈપલાઈન લાગેલી જોવા મળે છે. પરંતુ ગેસની પાઈપલાઈનમાં ક્યારેક કોઈ ખામી સર્જાય તો ગેસ લાઈન ધરાવતા ગ્રાહકોને મુશકેલોનો સામનો કરવો પડે છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 21 વર્ષમાં પહેલી વખત લોકોને ગેસલાઈન બંધ થવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડશે. દહેજ ખાતે ગેસ પાઇપલાઇનનું સમારકામ કરવાનું હોવાથી 11 જાન્યુઆરીએ રાજ્યભરમાં ગેસની સપ્લાય બંધ કરવામાં આવશે. તેવા મેસોજો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

આ મેસેજ વાયરલ થવાના કારણે લોકોને લાગતું હતું કે, ગેસ પૂરવઠો બંધ રહેવાના કારણે  ગેસથી ચાલતા તમામ વાહનો તેમજ ગૃહિણીઓને તકલીફ પડશે. આ ઉપરાંત જે રેસ્ટોરન્ટમાં પાઈપલાઈન દ્વારા ગેસ પહોંચાડવામાં આવે છે. તે રેસ્ટોરન્ટ, હોટેલો અને ઘરમાં ગેસની પાઈપલાઈન ધરાવતા લોકોને શિયાળાની ઠંડીમાં ઠંડુ ભોજન લેવાનો વારો આવશે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજને લઇને હવે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈ પણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં. તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે જેની નોંધ લેવા વિનંતી. આમ ગુજરાતમાં ગેસ પુરવઠો બંધ રહેવાની માત્ર અફવા છે. 

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version