એનસીપી સુપ્રિમો શરદ પવાર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ખેડૂત કાયદાના વિરોધમાં આવ્યા છે.
મુંબઇના આઝાદ મેદાનની અંદર 25મી જાન્યુઆરીએ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન થનાર છે. પ્રદર્શનમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પણ ભાગ લેશે.
ખેડૂત સંગઠનોએ આયોજિત કરેલ આ પ્રદર્શનને મહાવિકાસ અઘાડીએ સમર્થન આપ્યું છે.
કૃષિ કાયદાના વિરોધમાં રાજભવન સુધી રેલી કાઢવામાં આવશે.
