Site icon

Natural Farming: ગુજરાતના ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, પાટણના આ ખેડૂત કુદરતી ખેતીથી કરી રહ્યા છે સારી કમાણી

Natural Farming: રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીની મુહિમ

Farmers of Gujarat switched from chemical farming to natural farming, these farmers of Patan are making good money from natural farming.

Farmers of Gujarat switched from chemical farming to natural farming, these farmers of Patan are making good money from natural farming.

News Continuous Bureau | Mumbai

Natural Farming:  દેશભરના ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડૂતો ( Gujarat farmers ) પણ આ અભિયાનમાં જોડાયા છે. પાટણના ( Patan ) ધનાવાડા ગામના ઠાકોર વિરમજી છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે સાથે જ  અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે. 1 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા રૂ.4300 ના ખર્ચે મગફળીનું વાવેતર કર્યું હતુ. જેમાં તેઓને રૂ.44,800 ની આવક થઈ હતી. આમ તેઓને પ્રાકૃતિક ખેતી ( Organic Farming ) પદ્ધતિ દ્વારા લીધેલ પાકમાં ઘણો ફાયદો દેખાતા આ પદ્ધતિ મારફતે જ ખેતી કરવાનું નક્કી કર્યું છે. 

Join Our WhatsApp Community

 પ્રાકૃતિક ખેતી કરી રહ્યા ખેડૂત વિરમજી ઠાકોરે કહ્યું ‘હું છેલ્લા ચારવર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, હું આત્મામાં જોડાયેલો છું, આ ગાય આધારિત ખેતી કરું છું, હું જીવામૃત, બીજમૃત અને ખાટી છાશનો ઉપયોગ કરું છું અને મોલોમશી જેવા રોગ માટે પણ ખાટી છાશનો છંટકાવ કરું છું, આ સાથે જીવામૃતના પણ ઘણાબધા ફાયદા થાય છે. હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી, ગયા વર્ષે પણ મગફળી પકવી હતી, બાજરી પણ જીવામૃતથી લઉ છું. હું દરેક ખેડૂતોને અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો અને તેનાથી મને ઘણોબધો ફાયદો થયો છે.’

આ સમાચાર પણ વાંચો : Surat Growth Hub: ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજીયનના ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન’નું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોન્ચીંગ, લાખો લોકોને મળશે રોજગારી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Festival Special Trains: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો
DK Rao Arrest: થાણેમાં ભાઈ-બહેન સાથે ₹2.35 કરોડની છેતરપિંડી; ભિવંડીમાં નકલી ડોક્ટરો પર સકંજો, મુંબઈમાં આ ગેંગસ્ટર ની થઇ ધરપકડ
Maharashtra Transport Rules: મહારાષ્ટ્રમાં કેબ, ઓટો અને ઈ-રિક્ષાના સંચાલન માટે નવા કાયદાનો ડ્રાફ્ટ જાહેર, આ વસ્તુ ને અપાઈ પ્રાથમિકતા
Pathankot Jammu train disruption: પઠાણકોટ-જમ્મુ તાવી સેક્શનમાં લેન્ડ સ્લાઈડિંગના અવરોધને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.
Exit mobile version