Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની સપ્તાહમાં બીજી વખત ઈડી દ્વારા પૂછપરછ.. જાણો વિગતે..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

21 ઓક્ટોબર 2020

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેસના નેતા ફારૂક અબ્દુલ્લા આજે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઇડી ની સમક્ષ પૂછપરછ માટે હાજર રહ્યા છે. જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના કરોડોના કૌભાંડમાં કથિત મની લોન્ડરિંગના કેસમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષની એક સપ્તાહમાં બીજી વખત પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 82 વર્ષીય અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી હતા અને 19 ઓક્ટોબરના પણ ઈડીએ તેમની 6 કલાક પૂછપરછ કરી હતી. સોમવારે થયેલી પૂછપરછ બાદ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે તેઓ સહેજ પણ ગભરાતા નથી અને તપાસમાં સહકાર આપશે.

 

નોંધનીય છે કે તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરના જૂના રાજકીય પક્ષો નેશનલ કોન્ફરન્સ તેમજ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ અબ્દુલ્લાના નિવાસ સ્થાને બેઠક યોજીને ક્ષેત્રમાં ગઠબંધન માટે ચર્ચા કરી હતી. ત્યારબાદ ફારૂક અબ્દુલ્લાને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

શું છે સમગ્ર મામલો ?

જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનને બીસીસીઆઈના ગ્રાન્ટમાંથી મળતા નાણાંના હિસાબમાં રૂ. 43.69 કરોડનો ગોટાળો કર્યો હતો. સીબીઆઈએ એસોસિએશનના જનરલ સેક્રેટરી મોહમ્મદ સલીમ ખાન તેમજ પૂર્વ ખજાનચી અહેસાન અહેમદ મિર્ઝા સહિતના સત્તાધીશો સામે કેસ કર્યો હતો. ઈડી દ્વારા જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં કથિત ફ્રોડ થયું તેમાં અબ્દુલ્લાની ભૂમિકા અને તેમણે લીધેલા નિર્ણયો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. સીબીઆઈએ ફાઈલ કરેલી એફઆઈઆરના આધારે ઈડી તપાસ કરી રહ્યું છે.

Thane Vehicle Theft થાણેમાં વાહન ચોરોની ટોળકી પર ત્રાટકી પોલીસ ૨ રીઢા ગુનેગારો દબોચાયા, ₹૧૧.૪૦ લાખની ૨૧ ચોરાઉ મોટરસાયકલો જપ્ત!
Woman Murder Case પત્નીની હત્યાનો ભેદ ૨૪ કલાકમાં ઉકેલાયો વાગળે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ૫ દ્વારા નાગપુરથી બે શંકાસ્પદ આરોપીઓની ધરપકડ!
Thane Chain Snatching Case થાણે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા ચેઇન સ્નેચિંગના ૨૨ ગુનાઓનો ભેદ ઉકેલાયો, રીઢો ગુનેગાર પકડાયો અને ₹૩૨.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત!
Chhagan Bhujbal Discharged By Special Court વર્ષોની કાનૂની લડાઈનો સુખદ અંત જેલવાસ અને આક્ષેપો બાદ છગન ભુજબળ ક્લીનચિટ સાથે નિર્દોષ સાબિત..
Exit mobile version