Site icon

તમારા ચટાકેદાર ભોજનમાં રહેલું પનીર બનાવટી તો નથી ને- પુણેથી FDAની કાર્યવાહીમાં આટલા કિલો પનીર જપ્ત- જુઓ વિડિયો નકલી પનીર ફેક્ટરીનો અસલી વિડિયો

News Continuous Bureau | Mumbai

તહેવારોના સમયગાળા દરમિયાન ગ્રાહકો(Customer) સાથે છેતરપિંડી થવાની અને હલકી ગુણવત્તાની ખાદ્ય ચીજવસ્તુ(Fooditems) ઓનું વેચાણ થવાના બનાવ વધી ગયા છે. હાલ દેશભરમાં ગણેશોત્સવ(Ganesh festival ) ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે ત્યારે નકલી પનીર(Fake Paneer), માવા વેચાવવાનું પ્રમાણ પણ વધી ગયું છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા તાજેતરમાં પુણે(Pune) માં એક કારખાનામાં છાપો મારીને બનાવટી 899 કિલો પનીર જપ્ત કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

 

મીડિયાના અહેવાલ મુજબ FDA દ્વારા પુણેના હવેલી તાલુકાના માંજરી ખુર્દના એમ. આર. એસ ડેરી ફાર્મ પર દરોડા દરમિયાન, એક લાઇસન્સ વિનાની ફેક્ટરીમાં નકલી પનીર બનાવવામાં આવતું હોવાનું જણાયું હતું. અહીં કાર્યવાહી કરીને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને માલ જપ્ત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : સૂર્યદેવ સિંહ રાશિમાં થયા બિરાજમાન- 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે-જાણો તે ભાગ્યશાળી રાશિ વિશે

આ ફેક્ટરી પર દરોડો પાડી 1,97,780 રૂપિયાની કિંમતનું 899 કિલો નકલી પનીર, રૂ. 2,19,600ની કિંમતનો 549 કિલો સ્કિમ્ડ મિલ્ક પાવડર અને 4,544 રૂપિયાની કિંમતનો 28.4 કિલો આરબીડી પામોલીન તેલ(RDB Palmolin oil) એમ કુલ 4,21,924 રૂપિયાનો માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. તથા લીધેલા નમૂનાઓ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Single women: એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Tejashwi Yadav: ‘દરેક મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે આટલા હજાર’, પ્રચાર પૂરો થતા પહેલાં તેજસ્વીની મોટી જાહેરાત
Exit mobile version