ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર 2021
બુધવાર
કોરોના મહામારી થતા ઓગસ્ટ મહિનામાં મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ દરમિયાન જરૂરિયાતમંદોની પડખે રહીને તેમને મદદ કરનારાઓની કામગીરીને બિરદાવવામાં આવવાની છે. ભારત સરકારથી સંલગ્ન રહેલી જનકલ્યાણ સામાજિક સેવા સંસ્થા – કોલ્હાપૂર દ્વારા ગરીબોની સેવા કરનારા તથા વિવિધ ક્ષેત્રમાં ઉલ્લેખનીય ફાળો આપનારાઓનો ગુણગૌરવ સમારંભ રાખવામાં આવ્યો છે.
આ સન્માન મેળવનારામાં સમસ્ત મહાજન સમાજના ટ્રસ્ટી, અગ્રણી સમાજસેવક અને થાણેના જૈન અગ્રણી ગિરીશ શાહ સતરાનો પણ સમાવેશ થાય છે. તેઓએ કોરોના કાળની સાથે જ ઓગસ્ટ મહિનામાં રાજયના કોંકણ સહિત અનેક જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ દરમિયાન મદદે દોડી ગયા હતા. અસરગ્રસ્તોને ભોજન વિતરણની સાથે જ અનાજ, કપડા, ઘરવખરીનો સામાન સહિતની અનેક મદદ તેમણે કરી હતી. એમની સાથે મુંબઈના અગ્રણી સમાજસેવક જયેશ શાહ સહિત જળગાંવ, લાતુર, સોલાપુર,ધુળે, બદલાપુર શહેરોના સમાજસેવકોનો પણ સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર સરકારની આ યોજના હેઠળ મફતમાં મળતું ભોજન બંધ. હવે ચૂકવવા પડશે આટલા પૈસા; જાણો વિગત
આ કાર્યક્રમનું આયોજન 3 ઓક્ટોબરના કોલ્હાપુરમાં ઉદ્યમ ગરનમાં રાખવામાં આવ્યો છે. રાજકીય, સામાજિક, ધાર્મિક ક્ષેત્રના માન્યવર હસ્તે આ પુરસ્કારનું વિતરણ કરવામાં આવવાનું છે.
