Site icon

યાત્રી કૃપયા ધ્યાન દે!!! આજે મુંબઈ-ગુજરાત વચ્ચેની ટ્રેનોને આ કારણથી થશે અસર.  જાણો વિગતે.    

News Continuous Bureau | Mumbai

મુંબઈથી ગુજરાત વચ્ચે જતી મેલ-એક્સપ્રેસ ટ્રેનોને આજે અસર થવાની છે. ગુજરાતના અતુલ અને વલસાડ સ્ટેશન વચ્ચે ટ્રાફિક અને પેવર બ્લોકને કારણે અમુક ટ્રેનોને આજે ટૂંકાવી દેવામાં આવવાની છે..
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી પ્રેસ રીલીઝ મુજબ અતુલ અને વલસાડ સ્ટેશન વચ્ચે રોડ ઓવર બ્રિજના ગર્ડર શરૂ કરવા માટે 28મી એપ્રિલ, 2022ના રોજ ટ્રાફિક અને પેવર બ્લોક હાથ ધરવામાં આવ્યો છે, તેને કારણે અમુક ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવશે. તો અમુક ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે.
ગુરુવાર, 28 એપ્રિલ, 2022 ના રોજ અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 09085 બોરીવલી – વલસાડ મેમૂ પારડી ખાતે ટર્મિનેટ થશે અને પારડી અને વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

Join Our WhatsApp Community

2. ટ્રેન નંબર 09724 બાંદ્રા ટર્મિનસ – જયપુર સમર સ્પેશિયલ એક્સપ્રેસ પારડી ખાતે 25 મિનિટ માટે રેગ્યુલેટ (રોકવામાં) કરવામાં આવશે.

3. ટ્રેન નંબર 22902 ઉદયપુર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ વલસાડ ખાતે 1 કલાક 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

4. ટ્રેન નંબર 20908 ભુજ – દાદર સયાજી નગરી એક્સપ્રેસ ડુંગરી ખાતે 1 કલાક 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

5. ટ્રેન નંબર 12926 અમૃતસર – બાંદ્રા ટર્મિનસ પશ્ચિમ એક્સપ્રેસ બીલીમોરા ખાતે 55 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

6. ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ અમલસાડ ખાતે 50 મિનિટ માટે રેગ્યુલેટ  કરવામાં આવશે.

7. ટ્રેન નંબર 22475 હિસાર-કોઈમ્બતુર એસી એક્સપ્રેસ વેડછા ખાતે 15 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

8. ટ્રેન નંબર 09154 વલસાડ – ઉમરગામ મેમુ સ્પેશિયલ વલસાડથી 1 કલાક 5 મિનિટના વિલંબ સાથે ઉપડશે.

આ સમાચાર પણ વાંચો :રાજકીય નિષ્ણાંત પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય, કોંગ્રેસ પાર્ટીની આ ઓફર પણ ઠુકરાવી.

BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
Exit mobile version