ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો.
મુંબઈ
20 જુન 2020
મહારાષ્ટ્રમાં યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરીક્ષાઓ લેવામાં નહીં આવે પરંતું અગાઉ થયેલી પરીક્ષામાં અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેના આધારે પાસ કરવામાં આવશે. જે લોકોની ATKT હશે , તેઓની ફરી પરીક્ષા થશે કે નહીં તેની ઘોષણા ઉચ્ચ અને તકનિકી શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે.
કોલેજના અંતિમ વર્ષની પરીક્ષા બાબતના આ અધ્યાદેશ અંગે શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓ સાથે લાઈવ છેટ કરી હતી, અને જે લોકો ફરી પરીક્ષા આપવા માંગે છે તેમણે યુનિવર્સિટીને લેખિતમાં આપવું પડશે તેમજ જે લોકોએ પરીક્ષા આપવી નથી અને પાછલા રિઝલ્ટ ને આધારે પાસ થયી ડિગ્રી જોઈતી હશે એ લોકોએ પણ લેખિતમાં અરજી કરવી પડશે.
નોંધનીય છે કે કોરોનાના લોકડાઉન ને કારણે ચાલુ વર્ષે શાળા-કોલેજ, યુનિવર્સિટીઓની ફાઇનલ એક્ઝામ થઇ શકી નથી. જે અંગે ગઈ 18 મી જૂને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરીક્ષાઓ ન લેવાની ઘોષણા કરી હતી જેના પર યુનિવર્સિટી એ પણ મહોર મારી છે.
ઉલ્લેખનીય છે કે સરકાર અને યુનિવર્સિટીનો આ નિર્ણય વ્યવસાયિક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમકે હોટેલ મેનેજમેન્ટ, આર્કિટેક્ચર, ફાર્મસી જેવા અભ્યાસક્રમો ને લાગુ કરાશે નહીં. આની જાણ આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com