Site icon News Continuous Bureau | Mumbai

મહા.માં અંતિમ વર્ષની યુનિવર્સિટી પરીક્ષાઓ વૈકલ્પિક, ડિગ્રી માટે વિદ્યાર્થીઓએ લેખિત અરજી કરવી પડશે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો.
મુંબઈ
20 જુન 2020
મહારાષ્ટ્રમાં યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરીક્ષાઓ લેવામાં નહીં આવે પરંતું અગાઉ થયેલી પરીક્ષામાં અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેના આધારે પાસ કરવામાં આવશે. જે લોકોની ATKT હશે , તેઓની ફરી પરીક્ષા થશે કે નહીં તેની ઘોષણા ઉચ્ચ અને તકનિકી શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે.
 કોલેજના અંતિમ વર્ષની પરીક્ષા બાબતના આ અધ્યાદેશ અંગે શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓ સાથે લાઈવ છેટ કરી હતી, અને જે લોકો ફરી પરીક્ષા આપવા માંગે છે તેમણે યુનિવર્સિટીને લેખિતમાં આપવું પડશે તેમજ જે લોકોએ પરીક્ષા આપવી નથી અને પાછલા રિઝલ્ટ ને આધારે પાસ થયી ડિગ્રી જોઈતી હશે એ લોકોએ પણ લેખિતમાં અરજી કરવી પડશે.
 નોંધનીય છે કે કોરોનાના લોકડાઉન ને  કારણે ચાલુ વર્ષે શાળા-કોલેજ, યુનિવર્સિટીઓની ફાઇનલ એક્ઝામ થઇ શકી નથી. જે અંગે ગઈ 18 મી જૂને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરીક્ષાઓ ન લેવાની ઘોષણા કરી હતી જેના પર યુનિવર્સિટી એ પણ મહોર મારી છે. 
ઉલ્લેખનીય છે કે સરકાર અને યુનિવર્સિટીનો આ નિર્ણય વ્યવસાયિક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમકે હોટેલ મેનેજમેન્ટ, આર્કિટેક્ચર, ફાર્મસી જેવા અભ્યાસક્રમો ને લાગુ કરાશે નહીં. આની જાણ આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે.

 

Join Our WhatsApp Channel

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Illegal Human Egg Racket ED Raids મહારાષ્ટ્રમાં ગેરકાયદે અંડકોષ કાઢવાના રેકેટ પર ED નો સપાટો ૧૦ સ્થળોએ દરોડા, ₹૨૯ લાખ રોકડા જપ્ત!
Raj Thackeray On 500 Crore Row ₹૫૦૦ કરોડના આરોપ પાછળ કોણ છે માસ્ટરમાઇન્ડ? મનોજ જરાંગેના બચાવમાં ઉતર્યા રાજ ઠાકરે આપ્યું આ નિવદેન…
JJ Hospital Staff Acquitted જાતિવાદી ટિપ્પણી કેસમાં જે.જે. હોસ્પિટલના કર્મચારીને મોટી રાહત મુંબઈની વિશેષ અદાલતે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા!
Mumbai Pollution High Court દરિયાકાંઠે વસેલું મુંબઈ ગેસ ચેમ્બર કેમ બન્યું? દિલ્હીને પણ પછાડી દેતા હાઈકોર્ટનો પ્રશાસન પર ચાબખા “તમે હાથ પર હાથ ધરીને બેઠા છો?”
Exit mobile version