Site icon

ગુજરાતમાં ફટાકડાં ફોડવા મુદ્દે સરકારે બહાર પડાયું જાહેરનામું, જાણો રાજ્યમાં ફટાકડાં ફોડી શકાશે કે નહી ?

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

07 નવેમ્બર 2020 

દેશમાં કોરોનાનું સક્ર્મણ વધી રહ્યું હોવાના કારણે દેશનાં પાંચ રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ દિવાળીમાં ગુજરાત સરકાર ફટાકડા ફોડવાની છૂટ આપશે કે, નહીં આપે તે બાબતે લોકો મૂંઝવણમાં મુકાયા હતા કારણ કે, કોરોનાની મહામારી વચ્ચે લોકો તહેવારોની ઉજવણી ધામધૂમથી કરી શક્યા નથી. ત્યારે હવે લોકોની આ મૂંઝવણ રાજ્ય સરકાર દ્વારા દૂર કરવામાં આવી છે.  રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ફટાકડા ફોડવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. 

જાહેરનામા ફટાકડા ફોડવા મામલે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ફટાકડાની વિદેશથી આયાત કરવા પર પણ સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ફટાકડાની ગેરકાયદેસર આયાત, વેચાણ અને સંગ્રહખોરી પર લગામ કસવા માટે 144ની કલમ અનુસાર પ્રતિબંધાત્મક આદેશ આપવામાં આવ્યો છે. લોકોએ દિવાળીની સાથે-સાથે અન્ય તહેવારો જેવા કે, ક્રિસમસ અને નૂતન વર્ષ દરમિયાન પણ ફટાકડા ફોડવા બાબતે આ તમામ સૂચનાઓનું પાલન કરવું પડશે અને જે લોકો તેનું પાલન નહીં કરે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, ડૉકટરોના કહેવા અનુસાર ફટાકડાના કારણે થતો ધુમાડો કોરોના સંક્રમિત થયેલા દર્દીઓ માટે જ નહીં પરંતુ કોરોનાથી સારા થયેલા લોકો માટે પણ જોખમી સાબિત થઇ શકે છે. કારણ કે, કોરોના વાયરસ લોકોના ફેફસા પર સીધી અસર કરે છે અને કોરોના વાયરસના કારણે દર્દીને ફેફસા નબળા પડે છે. જેના કારણે ફટાકડાના ધુમાડાથી વ્યક્તિને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. જેના કારણે નિષ્ણાંતો દિવાળીમાં ફટાકડા ન ફોડવાની સલાહ આપી રહ્યા છે.

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version