Site icon News Continuous Bureau | Mumbai

Injection Killer: નર્સિંગ સ્ટાફનો ધ્રુજાવી દેનારો ગુનો: ઇન્જેક્શન આપીને હત્યા કરનાર મેલ નર્સની ધરપકડ, મોટું ષડયંત્ર

વેરાવળમાં મેલ નર્સ એ થાઇરોઇડની દર્દી અને તેના મિત્ર ની હત્યા કરી; લૂંટના ઇરાદે ઇન્જેક્શન આપી બેભાન કર્યા બાદ શ્વાસ રૂંધીને કત્લ.

Injection Killer નર્સિંગ સ્ટાફનો ધ્રુજાવી દેનારો ગુનો ઇન્જેક્શન આપીને

Injection Killer નર્સિંગ સ્ટાફનો ધ્રુજાવી દેનારો ગુનો ઇન્જેક્શન આપીને

News Continuous Bureau | Mumbai

Injection Killer ગુજરાતના વેરાવળમાં મેલ નર્સ શ્યામ ચૌહાણ પોલીસના હાથે ચઢી જતાં બે સનસનીખેજ હત્યાનો ખુલાસો થયો છે. થાઇરોઇડના દર્દી ભાવનાબેન અને તેના મિત્ર અભિષેકને શ્યામે પહેલા બેભાન કર્યા અને પછી તેમની હત્યા કરી દીધી. આ ‘વુડ-બી’ સિરિયલ કિલરે પાંચ મહિનામાં એક પછી એક બે લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.કત્લ માટે તે બંદૂક કે ખંજરનો નહીં, પરંતુ દર્દીનો જીવ બચાવવા માટે વપરાતી દવાઓને હથિયાર બનાવતો હતો.

Join Our WhatsApp Channel

હુડકો સોસાયટીમાં ભાવનાબેનની હત્યા

મીડિયા રિપોર્ટ મુજબ આ લોહિયાળ કહાણીની શરૂઆત 11 નવેમ્બર, 2025ના રોજ વેરાવળની હુડકો સોસાયટીમાં થઈ હતી, જ્યાં રહેતા ભાવનાબેનનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. જ્યારે પરિવારના સભ્યો ઘરે પહોંચ્યા, ત્યારે દરવાજાને બહારથી તાળું મારેલું જોયું, અને અંદર બેડરૂમમાં ભાવનાબેનનો મૃતદેહ પડ્યો હતો.
પોલીસે તપાસ શરૂ કરી, જેમાં બે મોટા સુરાગ હાથ લાગ્યા:
બહારથી બંધ તાળું: જો મોત કુદરતી હોત, તો બહારથી તાળું મારવાનો સવાલ નહોતો.
બેડ પર લોહીના ટીપાં: બેડ પર લોહીના નાના ટીપાં જોવા મળ્યા, જે સામાન્ય રીતે બેદરકારીથી ઇન્જેક્શન આપવામાં આવે ત્યારે નીકળે છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાવનાના શરીરમાં ઝેર હોવાની પુષ્ટિ થઈ અને હાથમાં ઇન્જેક્શન માર્ક પણ મળ્યો. જોકે, મોતનું તાત્કાલિક કારણ સ્મધરિંગ એટલે કે શ્વાસ રૂંધાઈ જવાથી થયું હોવાનું જણાવાયું.

ઇન્જેક્શન આપી લૂંટ

રિપોર્ટ મુજબ તપાસમાં શ્યામ નાથાભાઈ ચૌહાણ નામના 24 વર્ષના મેલ નર્સનું નામ સામે આવ્યું. તે શહેરમાં ઘરે-ઘરે જઈને નર્સિંગ સેવાઓ આપતો હતો અને ભાવનાબેનને પણ થાઇરોઇડની ફરિયાદ હોવાથી તે તેમના ઘરે જતો હતો.શ્યામે ભાવનાબેનના સોનાના દાગીના જોઈને લૂંટના ઇરાદે હત્યાનું ષડયંત્ર રચ્યું. 11 નવેમ્બરે જ્યારે ભાવનાબેને તેને લોહીના સેમ્પલ લેવા બોલાવ્યો, ત્યારે શ્યામે તેને થાઇરોઇડમાં રાહત આપવા માટે એક ઇન્જેક્શન લેવાની સલાહ આપી. તેણે ભારે ડોઝ આપીને ભાવનાબેનને બેભાન કરી દીધી. પછી ભીના કપડાથી નાક અને મોં દબાવીને શ્વાસ રૂંધી દીધો, દાગીના લૂંટીને ઘરને તાળું મારી દીધું.

આ સમાચાર પણ વાંચો : Mumbai Duplicate Voters: નિકાય ચૂંટણી પહેલાં મતદાર યાદીમાં ગડબડી, આટલા ટકા ડુપ્લિકેટ મતદારોનો પર્દાફાશ.

પાંચ મહિના પહેલા મિત્રનું પણ કત્લ

પોલીસે શ્યામની અટકાયત કરી સખત પૂછપરછ કરી, ત્યારે તેણે માત્ર ભાવનાબેન જ નહીં, પરંતુ લગભગ પાંચ મહિના પહેલા શહેરમાં થયેલા પોતાના મિત્ર અભિષેકની હત્યાની વાત પણ કબૂલી.
શ્યામે જણાવ્યું કે જુલાઈ મહિનામાં અભિષેકે પગમાં દર્દની ફરિયાદ કરતાં તેને દવાઓ સાથે ઘરે બોલાવ્યો હતો. લાલચમાં અંધ બનેલા શ્યામે સોડામાં મોર્ફિનની 8 ગોળીઓ ભેળવીને અભિષેકને પીવડાવી દીધી. બેભાન થઈ જતાં તેણે ઓશિકાથી શ્વાસ રૂંધીને તેની હત્યા કરી, સોનાની વીંટી અને 20,000 રોકડા લૂંટીને ભાગી ગયો. આ લૂંટના પૈસાથી તેણે પોતાની ગર્લફ્રેન્ડ માટે મંગળસૂત્ર પણ બનાવડાવ્યું હતું. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેને એનેસ્થેસિયા અને ઊંઘની દવાઓ આટલી મોટી સંખ્યામાં ક્યાંથી મળતી હતી.

Zeeshan Siddique Security Concerns ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી આક્રમક ‘મારા પર ગોળીબાર થવાની રાહ જુએ છે સરકાર?’ ઉઠાવ્યા ગંભીર સવાલો
Tiger Shroff Firing CJP Reaction નિર્દોષ યુવાનો પર દંડા અને ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે! ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ભડક્યા અભિજીત દીપકે સરકારને લીધી આડે હાથ!
Gujarat Tiger Population Expansion ગુજરાતના જંગલોમાં ફરી ગુંજશે વાઘની ત્રાડ! રતનમહાલમાં એકલા ફરતા વાઘને મળશે સાથી આ રાજ્યમાંથી આવી રહી છે ૨ વાઘણ!
Maharashtra RPF Officer Daring Rescue જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો… ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પટકાયેલી મહિલાને જવાને બચાવી; સીસીટીવી સામે આવ્યા
Exit mobile version