Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતની ‘મહાકાલ ગૌશાળા બનાવશે છાણ અને ગૌ મુત્રમાંથી ઈકો ફ્રેનડલી ગણેશની પ્રતિમાઓ.. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

અમદાવાદ

Join Our WhatsApp Channel

29 જુલાઈ 2020

ગણેશ ચતુર્થીનો પર્વ નજીક આવી રહ્યો છે. હવે લોકો પર્યાવરણ પ્રત્યે વધુ સભાન બન્યા છે એવા સમયે 'ઈકો ફ્રેન્ડલી' ગણેશ પર્વ મનાવવા માટે સરકાર અને ગુજરાત ગૌસેવા આયોગ પણ અપીલ કરી રહ્યું છે..

અમદાવાદના સાણંદ નજીક આવેલા ગામે 'મહાકાલ ગૌશાળા' દ્વારા આ વર્ષે ગાયના છાણમાંથી ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે. રોજગારી વધે, પર્યાવરની રક્ષા થાય, ગૌધન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે, તેવા શુભ હેતુ સાથે છેલ્લા બે વર્ષથી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ  બનાવી રહયાં છે. ચાલુ વર્ષે પણ અત્યાર સુધીમાં 125 જેટલી ગણેશજીની આકર્ષક પ્રતિમા તૈયાર થઈ ચુકી છે.

ગૌશાળા ના સેવાદારે જણાવ્યું કે, "અમે 10 ગૌ પ્રેમીઓ ભેગા મળી છાણ અને ગૌમૂત્રના ઉપયોગ થકી ગણેશજીની પ્રતિમા તૈયાર કરી છે.. જેમાં ગામની 8 જેટલી બહેનો પણ સહભાગી બની છે. આ મૂર્તિને કલર કરવા માટે પણ વિશેષ ધ્યાન આપી પર્યાવરણને નુકસાન ન કરે તેવા ઈકોફ્રેન્ડલી કલરનો ઉપયોગ કર્યો છે." 

આ મૂર્તિઓને ભક્તજનો પ્રસ્થાપિત કરી ઘરમાં જ  વિસર્જિત કરી શકશે. વિસર્જન બાદ વધેલા અવશેષોનો ઓર્ગેનિક ખાતર તરીકે ઘરમાં મુકેલા ફૂલછોડના કૂંડામાં નાંખી ઉપયોગ કરી શકશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Bhuj Barauni Amrit Bharat Express રેલવેની મુસાફરોને મોટી ભેટ ભુજ અને બરૌની વચ્ચે દોડશે નવી અમૃત ભારત એક્સપ્રેસ, ગુજરાત અને બિહાર વચ્ચે કનેક્ટિવિટી વધશે!
Duronto Express Stone Pelting નાગપુરમુંબઈ દુરંતો એક્સપ્રેસ પર ચાલુ ટ્રેન પર અસામાજિક તત્વોનો હુમલો; મુસાફરોનો આબાદ બચાવ, RPF તપાસમાં જોતરાઈ
Exit mobile version