ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, ૧૮ મે 2021
મંગળવાર.
ગઈ કાલે એટલે કે સોમવારે મોડી સાંજે વાવાઝોડું સૌરાષ્ટ્રના ઉના પાસે ખાબક્યું હતું. ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં મોટું તાંડવ ખેલાયું અને હવે સવાર થતાં નુકસાનના સમાચારો બહાર આવી રહ્યા છે. ગુજરાતમાં આશરે ૫૦ જેટલા રસ્તાઓ બંધ છે અને 450 જેટલા વીજળીના થાંભલા ધરાશાયી થઈ ગયા છે.
મોડી રાત્રે 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું પોરબંદર અને મહુવાની વચ્ચે તૂટી પડ્યું. ભાવનગર, અમરેલી, ગીર, સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાના અનેક વિસ્તારોમાં અત્યારે વીજળી નથી. અનેક જગ્યાએ વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે. જૂનાગઢના પ્રવેશદ્વાર પર રાખવામાં આવેલી સિંહની પ્રતિમા પણ ધરાશાયી થઈ ગઈ છે.