Site icon News Continuous Bureau | Mumbai

Narmada Water Gujarat Farmers: CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતકારી નિર્ણય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને આ પાક વાવેતર માટે ફાળવાશે નર્મદાનું પાણી..

Narmada Water Gujarat Farmers: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોના રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું ૩૦,૫૦૪ એમ.સી.એફ.ટી. પાણી ફાળવાશે. ૬૦ હજાર એકર ખેતી લાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે

For rabi season crop cultivation of farmers in North Gujarat and Saurashtra region Narmada Water will be allotted

For rabi season crop cultivation of farmers in North Gujarat and Saurashtra region Narmada Water will be allotted

 News Continuous Bureau | Mumbai

Narmada Water Gujarat Farmers: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ ૩૦,૫૦૪ એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે.  

Join Our WhatsApp Channel

નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે.

ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર ખેડૂતો ( Gujarat Farmers ) દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના ( Narmada  ) આ પાણીની ફાળવણી કરવાનો કિસાન હિતકારી અભિગમ મુખ્યમંત્રીએ અપનાવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) આ સંદર્ભમાં નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે ૧૬,૬૩૭ એમ.સી.એફ.ટી. તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ૧૩,૮૬૭ એમ.સી.એફ.ટી. મળી કુલ ૩૦,૫૦૪ એમ.સી.એફ.ટી. નર્મદાનું પાણી તારીખ ૧૫મી માર્ચ ૨૦૨૫ સુધીના સમયગાળા માટે ફાળવવાનો ખેડૂતલક્ષી ( Narmada Water Gujarat Farmers )  નિર્ણય કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Assembly Election Result: મહારાષ્ટ્રમાં ન ચાલ્યો રાહુલ ગાંધીનો જાદુ, જ્યાં જ્યાં કર્યો હતો પ્રચાર, ત્યાં મહાવિકાસ આઘાડી ના ઉમેદવાર પાછળ..

નર્મદાના ( Narmada Water ) આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના ૯૫૨ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમ થકી અંદાજે ૬૦ હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.  

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version