ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જુલાઈ 2021
બુધવાર.
મહારાષ્ટ્રમાં ભાજપ સાથ છેડો ફાડીને શિવસેનાએ કૉન્ગ્રેસ અને NCP સાથે સરકાર રચી છે. ભાજપ હાલ મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષના સ્થાને છે. બંને પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યોરોપમાંથી ઊંચા આવતા નથી, ત્યારે થાણે જિલ્લામાં બંને પક્ષોએ સત્તા માટે હાથ મિલાવ્યા છે. બંને પક્ષોએ પોતાની વચ્ચે રહેલી કડવાહટને દૂર કરીને એકબીજાને મદદ કરવાનો નિર્ણય લીધો છે. એ મુજબ જિલ્લા પરિષદની પાંચ વિશેષ સમિતિના અધ્યક્ષપદ પર બંને પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. ગયા મહિનામાં થાણે જિલ્લા પરિષદની પાંચ સમિતિના અધ્યક્ષોની છ મહિનાની મુદત પૂરી થઈ હતી.
એથી સમિતિના અધ્યક્ષપદે ચૂંટણી થવાની હતી. એમાં શિવસેના અને ભાજપે આપસી સમજદારીથી સમિતિઓ વહેંચી લીધી હતી.
