Site icon

Special Train: યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે લીધો નિર્ણય , વિશેષ ભાડા પર ચલાવશે આ વન-વે સ્પેશિયલ ટ્રેનો.

Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે વન-વે સ્પેશિયલ ટ્રેનો

For the convenience of passengers, Western Railway has decided to run these one-way special trains at a special fare.

For the convenience of passengers, Western Railway has decided to run these one-way special trains at a special fare.

News Continuous Bureau | Mumbai 

Special Train:  પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા તેમની માંગ પૂરી કરવાના ઉદ્દેશથી ઉધના અને હિસાર તથા વડોદરા અને હિસાર વચ્ચે વિશેષ ભાડા પર વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોનું વર્ણન નીચે પ્રમાણે છે : 

Join Our WhatsApp Community

Special Train:  ટ્રેન નંબર 09037 ઉધના-હિસાર સ્પેશયલ (01 ફેરા)

ટ્રેન નંબર 09037 ઉધના-હિસાર સ્પેશયલ ( Udhna-Hisar Special ) મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2024 ના રોજ ઉધનાથી 22.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.30 કલાકે હિસાર પહોંચશે. આ ટ્રેન માર્ગમાં સૂરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, ફુલેરા, રીંગસ, નારનૌલ, રેવાડી અને ભિવાની સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને દ્વિતિય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ હશે. 

Special Train:  ટ્રેન નંબર 09137 વડોદરા-હિસાર સ્પેશયલ (01 ફેરા)

ટ્રેન ( Western Railway ) નંબર 09137 વડોદરા-હિસાર સ્પેશયલ બુધવાર, 25 સપ્ટેમ્બર, 2024 ના રોજ વડોદરાથી 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20.30 કલાકે હિસાર પહોંચશે.આ ટ્રેન માર્ગમાં આણંદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, ફુલેરા, રીંગસ, નારનૌલ, રેવાડી અને ભિવાની સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને દ્વિતિય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ હશે.

આ સમાચાર પણ વાંચો :  108 Emergency Service: ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ ગુજરાતના નાગરિકોના જીવ બચાવવા અડીખમ, આટલા કરોડથી વધુ કોલ એટેન્ડ કરીને સફળતાપૂર્વક પૂરી પાડવામાં આવી તાત્કાલિક સેવાઓ

ટ્રેન ( One-way special trains ) નંબર 09037 અને 09137 નું બુકિંગ 23.09.2024 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Exit mobile version