News Continuous Bureau | Mumbai
સુપરહિટ ‘શોલે’ 1975માં રિલીઝ થઈ હતી. ફિલ્મના ઘણા દ્રશ્યો આજે પણ લોકોને યાદ છે. આ સીનમાંથી એક સીન એ છે કે જેમાં વીરુ તેની બસંતી સાથે લગ્ન કરવાની જીદમાં પાણીની ટાંકી પર ચઢી જાય છે. અને કહે છે મારી ઈચ્છા પૂરી કરો નહિતર ‘હું કૂદી જઈશ , હું મરી જઈશ’ આ ફિલ્મ દાયકાઓ વીતી ગયા છે, પરંતુ આજે પણ લોકોને જો તેની કોઈ જીદ પૂરી કરવી હોય તો તે આ રીત અપનાવે છે. દરમિયાન દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ભૂતપૂર્વ કાઉન્સિલરે પણ આવું જ કર્યું હતું. જ્યારે તેમને MCD ચૂંટણી માટે ટિકિટ ન મળી ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને વીજળીના ટાવર પર ચઢી ગયા. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
Denied ticket in MCD polls, former Delhi #AAP councillor Haseeb-ul-Hasan climbs tower alleging confiscation of documents and corruption. #DelhiKaThug #KejriwalExposed #KickKejriwalOut #AapKePaap #aapexposed pic.twitter.com/s5Rok0JH4L
— Debashish Sarkar 🇮🇳 (@DebashishHiTs) November 13, 2022
દિલ્હીમાં ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને, 12 નવેમ્બર, શનિવારે, આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. તેમાં હસીબ-ઉલ-હસનનું નામ નહોતું. જેનાથી નારાજ થઈને તે બીજા જ દિવસે ઈલેક્ટ્રીક ટાવર પર ચડી ગયા. તેમણે પાર્ટીના મોટા નેતાઓ પર દગો આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, છેલ્લા સમયે તેમની ટિકિટ કપાઈ ગઈ અને કોઈ અન્યને આપવામાં આવી. જોકે થોડા સમય પછી તેમને ટાવર પરથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.