ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
પશ્ચિમ બંગાળમાં થયેલ વિધાનસભા ચૂંટણી બાદથી ભારતીય જનતા પાર્ટી અને મમતા બનર્જીની તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે તકરાર વધતી જઈ રહી છે.
ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ નેતા બાબુલ સુપ્રિયો આજે ટીએમસીમાં સામેલ થયા છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની હાજરીમાં બાબુલ સુપ્રિયો TMC માં જોડાયા છે.
નોંધનીય છે કે થોડા મહિના પહેલા પીએમ મોદીએ બાબુલ સુપ્રિયોનું રાજીનામુ લઈ તેમને મંત્રીમંડળમાંથી કાઢ્યા હતા.