Site icon News Continuous Bureau | Mumbai

Punjab: પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતા સામે કાર્યવાહી, આ કારણોસર પૂર્વ MLA કુલબીર સિંહ ઝીરાની વહેલી સવારે ધરપકડ..

Punjab: પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતા સામે કાર્યવાહી કરવામાં આવી છે. પંજાબ પોલીસે આજે સવારે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ ઝીરાની ધરપકડ કરી છે.

former congress MLA Kulbir Singh Zira was arrested

former congress MLA Kulbir Singh Zira was arrested

News Continuous Bureau | Mumbai 

Punjab: પંજાબ (Punjab) માં કોંગ્રેસ (Congress) ના વધુ એક નેતા સામે કાર્યવાહી કરવામાં આવી છે. પંજાબ પોલીસે(punjab police) આજે સવારે ફિરોઝપુરના(firozpur) ઝીરા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ (Kulbir Singh) ઝીરાની ધરપકડ કરી છે. કુલબીર સિંહ ઝીરા પર પોતાના સમર્થકો સાથે BDPO ઓફિસમાં બળજબરીથી ઘૂસવા, સરકારી કામમાં વિક્ષેપ પાડવા અને ઓફિસની અંદર ધરણા કરવાનો આરોપ છે. આ કેસમાં કુલબીર સિંહ ઝીરા પોતે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની ધરપકડ આપવાના હતા. પરંતુ તે પહેલા પંજાબ પોલીસે આજે સવારે લગભગ 5 વાગ્યે તેના ઘરેથી ધરપકડ કરી હતી.

Join Our WhatsApp Channel

માહિતી અનુસાર, કુલબીર સિંહ ઝીરાની સવારે 4:00 વાગ્યે ધરપકડ કરવામાં આવ્યા બાદ, તેની અડધા કલાક સુધી સડકો પર પરેડ કરવામાં આવી હતી. ઝીરા પર સરકારી કામમાં અવરોધ કરવાનો આરોપ છે. કોર્ટે ઝીરાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા તમને જણાવી દઈએ કે BDPOની ફરિયાદ પર જીરા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. બીજી તરફ જીરાની ધરપકડના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ ફિરોઝપુર સેન્ટ્રલ જેલની સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : High Court’s Decision: સાવધાન! મરજી વિરુદ્ધ મોબાઈલ પર કોઈની વાતચીત રેકોર્ડ કરી તો થશે જેલ ! હાઈકોર્ટનો મોટો ચુકાદો..

સત્તાવાર રેકોર્ડને નુકસાન પહોંચાડવાનો આરોપ…

કોંગ્રેસ નેતા પર કામમાં અવરોધ અને સત્તાવાર રેકોર્ડને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. ઝીરા વિરુદ્ધ થોડા દિવસો પહેલા કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ઝીરા તેના ઘણા સમર્થકો સાથે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસ પહોંચ્યા હતા. અહીં તેઓ અને તેમના સમર્થકો બળજબરીથી સરકારી ઓફિસમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન તેમણે કામમાં વિક્ષેપ પાડ્યો અને સત્તાવાર રેકોર્ડને નુકસાન પહોંચાડ્યું.

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version