ગુજરાતના પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાનું કોરોનાના કારણે લખનૌમાં નિધન થયું છે.
તેઓ કોરોના સંક્રમિત થયા બાદ 15 દિવસથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા.
જોકે સારવાર દરમિયાન તેઓ કોરોના સામેની જંગ હારી ગયા અને અંતિમ શ્વાસ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે તેઓ IASમાંથી રાજીનામું આપ્યા બાદ હોટેલ વ્યવસાયમાં સક્રિય હતા. આ ઉપરાંત તેમણે જાનો દુનિયા નામની ન્યૂઝચેનલ પણ શરૂ કરી હતી.
