Site icon

પરવાનગી વગર વૃક્ષ કાપવા મુદ્દે પૂર્વ મહિલા સરપંચને ૧૧ હજારનો દંડ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

વડોદરા ગ્રામ્ય મામલતદાર વાયઆર ગોસાંઇની કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જેમાં ૧૮ ડાળી અને લીમડાના ૬ અને પીપળાનું ૧ મળી ૭ ઝાડ મંજૂરી વિના કપાવ્યાં હોવાનું સાબિત થયું હતું. જેથી સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો ૧૯૫૧ની કલમ (૩) (૧) (એ) હેઠળ ગુનો થયો હોવાથી દંડને પાત્ર છે તેવી નોંધ મૂકી હતી. મામલતદારે લીમડાનાં ૬ વૃક્ષો માટે રૂા.૪૮૦૦, પીપળાના વૃક્ષ માટે રૂા.૮૦૦ અને ડાળીઓ માટે રૂા.૫૪૦૦ મળી કુલ ૧૧ હજારનો દંડ તત્કાલીન સરપંચ ઉર્મિલાબેનને કર્યો હતોશહેર નજીક અંકોડિયામાં ૭ વૃક્ષો અને ૧૮ ડાળખી કાપી નાખવાના વિવાદમાં તત્કાલીન મહિલા સરપંચને ૧૧ હજારનો દંડ કરતો હુકમ મામલતદારે કર્યો હતો. અંકોડિયામાં ૨૦૧૭માં ઉર્મિલાબેન વાળંદ સરપંચ હતાં.અંકોડિયામાં પ્રાથમિક શાળાના કંપાઉન્ડમાં વડની ૮ ડાળી, પીપળાના વૃક્ષની ડાળી, અંકોડિયાથી કોયલીના રસ્તા પર મંદિર પાસે વડની ૧૪ ડાળી લીલા પીપળા સહિતનાં વૃક્ષો કાપ્યાં હતાં. જેમાં પૂર્વ સરપંચ ઉર્મિલાબેને નિયમોને નેવે મૂકી વૃક્ષો કપાવ્યાં હોવાના આક્ષેપ સાથે ફરિયાદ વડોદરા ગ્રામ્ય મામલતદારની કોર્ટમાં થઇ હતી. જેની સુનાવણી કરાઈ હતી. તપાસમાં પંચનામું પણ કરાયું હતું

 

સોનિયા ગાંધી સાથે મુલાકાતના સવાલ પર ભડક્યા મમતા બેનર્જી, કહી દીધી આ મોટી વાત; જાણો વિગતે 

Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Raj Thackeray: શું મુંબઈમાં જોવા મળશે મોટો ખેલ? શાંત પ્રચાર પાછળ રાજ ઠાકરેની કઈ વ્યૂહરચના છે? ઠાકરેએ પોતે જ ખોલ્યા પત્તા
Raj Thackeray: મુંબઈમાં હવે ‘બોમ્બે ઢાબા’ પર વિવાદ: નામ જોતા જ રાજ ઠાકરેએ હાઈવે પર ગાડી ઉભી રખાવી, મનસે કાર્યકરોએ બોર્ડ તોડી પાડ્યું
Maharashtra: મહારાષ્ટ્રમાં હવામાનનો યુ-ટર્ન! મુંબઈમાં વાદળછાયું આકાશ, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી
Exit mobile version