ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
શુક્રવારે સવારે થાણાની વેદાંત હોસ્પિટલ માં કથીત પણે ઓક્સિજનનો પુરવઠો ન પહોંચતા ચાર વ્યક્તિઓના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અનેક નેતાઓએ હોસ્પિટલને વિઝીટ કરી હતી. મૃતક પામનાર લોકોના પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલમાં ઓક્સિજન પૂરો થઈ ગયો હતો. જ્યારે કે હોસ્પિટલ પ્રશાસન આ સંદર્ભે સાર્વજનિક પણ એ કશું જ કહેવા માટે તૈયાર નથી. બીજી તરફ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આ ઘટના સંદર્ભે રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યા હતા. તેમણે માંગણી કરી હતી કે મહારાષ્ટ્રની સ્વાસ્થ્ય સંદર્ભે ની પરિસ્થિતિ નબળી થઈ ગઈ હોવાને કારણે આરોગ્ય મંત્રીએ રાજીનામું આપવું જોઈએ.
મહારાષ્ટ્રમાં ૩૫થી ૪૫ વર્ષની વચ્ચેનાં ને પહેલા વેક્સિન મળશે? આરોગ્ય મંત્રીએ આપ્યા આ સંકેત.