ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
કોરોનાની બીજી લહેરમાં છત્તીસગઢના કોરબા જિલ્લામાં આશરે ૪૦૪ લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે જિલ્લા પ્રશાસને આ મૃત્યુને કોરોનાના મૃત્યુના આંકડામાં સમાવ્યા નથી. આને કારણે વિવાદ ઊભો થયો છે. સ્થાનિક મીડિયામાં છપાયેલા રિપોર્ટ મુજબ જે કોઈ વ્યક્તિને કોરોનાનાં લક્ષણ દેખાઈ રહ્યાં હતાં તેમની વધુ તપાસ કરવાના બદલે તેમને ઘરે રહેવાની સલાહ આપી. આ ઉપરાંત બે ડૉક્ટરોને ડેબ્યુટ કરવામાં આવ્યા હતા જે ઘરે રહેનાર લોકોની ચિકિત્સા કરે, પરંતુ ઘણું કામ હોવાને કારણે આ બે ડોક્ટરો સમયસર બધાને મળી શક્યા નહોતા તેમ જ તેઓની ચિકિત્સા કરી શક્યા નહોતા. આ પરિસ્થિતિમાં આશરે ચારસો ચાર લોકોનાં પોતાના જ ઘરે મૃત્યુ થયાં છે.
ભાજપના નેતા કિરીટ સોમૈયાને મળી જાનથી મારી નાખવાની ધમકી
પ્રશાસને મૃતક વ્યક્તિઓને ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમ જ હાઇપર ટેન્શનના દર્દીઓ ગણાવીને કોરોનાના આંકડામાંથી બાકાત રાખ્યા છે.
જોકે આ સંદર્ભે સ્થાનિક મીડિયામાં સમાચાર પ્રસ્તુત થયા છે.
